Get The App

જવાન અને Leoને ટક્કર આપનારી ફિલ્મ 'ભગવંત કેસરી' OTT પર થઈ રિલીઝ, જાણો ક્યાં જોઈ શકાશે

ભગવંત કેસરી 24 નવેમ્બર એટલે કે આજે એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ

ફિલ્મમાં કાજલ અગ્રવાર અર્જુન રામપાલ, સરથકુમાર અને આડુકલમ નરેન જેવા પ્રમુખ કલાકારોની ફિલ્મમાં મહત્વની ભૂમિકા

Updated: Nov 24th, 2023

GS TEAM

Google News
Google News
જવાન અને Leoને ટક્કર આપનારી ફિલ્મ 'ભગવંત કેસરી' OTT પર થઈ રિલીઝ, જાણો ક્યાં જોઈ શકાશે 1 - image
Image Twitter 

તા. 24 નવેમ્બર 2023, શુક્રવાર 

Bhagavanth Kesari On OTT: નંદમુરી બાલકૃષ્ણ સ્ટાર અને અનિલ  રવિપુડીના ડાયરેક્શનમા 'ભગવંત કેસરી' 19 ઓક્ટોમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો હતો અને જોરદાર કમાણી પણ કરી, આ સાથે રિલીઝ થયા બાદ આ ફિલ્મ ઓટીટી પર ધમાલ મચાવી રહી છે. આવો જાણીએ 'ભગવંત કેસરી' ઓટીટીના ક્યા પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે.

ભગવંત કેસરી ઓટીટીના આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે....

વર્ષ 2023ની સુપર- ડુપર હિટ ફિલ્મ 'ભગવંત કેસરી' ની ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ માટે લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તેથી સિનેમાપ્રેમીઓ માટે ગુડ ન્યુઝ છે. હકીકતમાં ભગવંત કેસરી 24 નવેમ્બર એટલે કે આજે એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ રહી છે. આવામાં જે લોકો આ શાનદાર ફિલ્મને થિયેટરમાં જોવાનુ ચુકી ગયા છે, તે હવે ઘર બેઠા આ ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકશો. 

'ભગવંત કેસરી'માં નંદમુરી બાલકૃષ્ણન અને શ્રી લીલાનો મહત્વનો રોલ

તમને જણાવી દઈએ કે, 'ભગવંત કેસરી' માં નંદમુરી બાલકૃષ્ણન અને શ્રી લીલાએ લીડ રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં કાજલ અગ્રવાર અર્જુન રામપાલ, સરથકુમાર અને આડુકલમ નરેન જેવા પ્રમુખ કલાકારોની ફિલ્મમાં મહત્વની ભૂમિકા રહી છે.અનિલ રવિપુડી દ્વારા નિર્દેશિત એક્શન ડ્રામા ફિલ્મ ભગવંત કેસરી એક પુર્વ ગુનેગારની આસપાસ ફરે છે, જે તેની ભત્રીજી માટે કેયરટેકરની ભૂમિકા નિભાવે છે, અને તેને આર્મ્ડ ફોર્સ તેને પોતાનુ કરિયર બનાવવા માટે પ્રેરિત કરે છે. આ ફિલ્મ કોશાઈન સ્ક્રીન્સ બેનર તરીકે પ્રોડ્યુસ કરવામા આવ્યો છે અને ફિલ્મના સંગીત નિર્દેશક થમન એસ છે.   

 

Tags :