Get The App

પાર્ટનરની સાથેનો પ્રવાસ યાદગાર બનાવો છે, તો આ રહી આઠ જગ્યા તમારા માટે બેસ્ટ

ફેબ્રુઆરી મહિનામાં ઉદયપુર ,મહાબળેશ્વર, ચિકમગલુર, પુડુચેરી, ઉટી, મુન્નાર, કેરળ,ચિકમગલુર આ 8 જગ્યા બેસ્ટ છે

Updated: Jan 27th, 2023

GS TEAM

Google News
Google News
પાર્ટનરની સાથેનો પ્રવાસ યાદગાર બનાવો છે, તો આ રહી આઠ જગ્યા તમારા માટે બેસ્ટ 1 - image
Image Envato

અમદાવાદ , 27 જાન્યુઆરી, 2023, શુક્રવાર 

ફેબ્રુઆરીએ મહિનો આવી રહ્યો અને ટ્રાવેલ પસંદ કરતા કપલ માટે ફરવાનો આ સમય બેસ્ટ છે. જેમાં ફરવાની મજા સાથે કપલ એકબીજા સાથે કવોલીટી ટાઈમ પણ આપી શકે  છે. ઉદયપુર , ઉટી, મુન્નાર ફરવા માટે ફેબ્રુઆરીએ મહિનની સિઝન સારામાં સારી ગણાય છે. કપલ વેલેન્ટાઇન વિક મનાવવા માટે ઘણા આતુર હોય છે. અને તેવામાં ભારતમાં ઘણી સુંદર એવી જગ્યા છે જ્યાં કપલ એકબીજાની કંપનીમાં એન્જોય કરી શકે છે.  જો તમને તમારા પાર્ટનરની સાથે નવી- નવી જગ્યાને એક્સપોલર કરવું ગમે છે. તો આ જગ્યાઓ પર પ્રવાસ કરવાનાં પ્લાનીગ સમયે તમારી યાદીમાં આ લોકેશનને જરૂરથી એડ કરજો. આ આઠ લોકેશનની ટ્રીપથી  ફેબ્રુઆરી મહિનો તમારી માટે યાદગાર બની રહેશે. 

1. ઉદયપુર , રાજસ્થાન  

શાહી રીતે વેલેન્ટાઇન વિક મનાવવા ઈચ્છતા હોય તો ઉદયપુર, રાજસ્થાન જરૂરથી જવું. ઉદયપુરમાં આવેલ મહેલો, ફતેપુર લેક અને લોકલ માર્કેટની ફરવા માટે બેસ્ટ લોકેશન છે. ત્યાનાં આલીશાન પેલેસ જેમેકે  સીટી પેલેસએ ઉદયપુરમાં પ્રખ્યાત છે . 

2. મહાબળેશ્વર ,મહારાષ્ટ્ર

મુંબઈથી 263 કિમી અંતરે આવેલ મહાબળેશ્વર આપણા દેશમાં સુંદર હિલસ્ટેશનમાંથી એક છે. ફ્રેબુઆરીમાં મહાબળેશ્વર હિલ્સસ્ટેશન પર પાર્ટનર સાથે વરસાદની મજા માણી શકાય છે. મહાબળેશ્વરની સુંદરતાનાં કારણે મહાબળેશ્વરને 'મુંબઈનું સ્વર્ગ' તરીકે પણ ઓળખવામાં આવે છે. 

3. ચિકમગલુર, કર્ણાટક

ચિકમગલુર કપલ માટે પરફેક્ટ લોકેશન છે. એવા ક્પલસ કે જે નેચર લવર હોય. ચિકમગલુરનાં પહાડ એસ્પ્લોર કરવા માટે બેસ્ટ છે. ચિકમગલુરએ ચા -કોફીના બાગ માટે જાણીતું લોકેશન છે. ચિકમગલુરનો પ્રાકૃતિક સુંદરતાના કારણે ત્યાનો અનુભવ યાદગાર બની રહેશે.     

 4.પુડુચેરીનાં સમુન્દ્ર 

પુડુચેરીનાં સમુન્દ્રનાં મોજા અને પુડુચેરીની આસપાસ આવેલ હરિયાળી ટ્રીપને  યાદગાર બનાવી શકે છે. કહેવાય છે કે પુડુચેરીમાં ફ્રેન્ચ કલ્ચરનો અનુભવ થાય છે. 

5. મેધાલયનાં પહાડો 

ટ્રેકિંગ શોખ ધરાવતા કપલ માટે મેધાલય બેસ્ટ લોકેશન છે. મેધાલયમાં આવેલ પહાડો, ઝરણાં અને નદીનાં સુંદર નજારો તમારી ટ્રીપમાં ચાર ચાંદ લગાવી શકે છે.   

6. ઉટી, તમીલનાડુ 

ઉટીએ તમિલનાડુ ફેમસ હિલસ્ટેશન છે અને કપલ માટે બેસ્ટ જગ્યા છે. ઉટીને હવા ખાવાના સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફેબ્રુઆરીમાં ઉટીમાં આલાહાદક વાતાવરણ હોય છે. 

7. મુન્નાર, કેરળ 

મુન્નારએ કેરળમાં આવેલ શાનદાર ટુરિસ્ટ લોકેશન છે. મુન્નારમાં આવેલ પહોડોમાં અને ચાનાં બાગીચા એ કપલ માટે રોમેન્ટિક નજરો બની જાય છે. મુન્નારએ હનીમુન માટેનું નવું હબ બની રહ્યું છે.    

8. આંદામાન અને નિકોબાર ટાપુઓ

આંદામાન અને નિકોબાર ટાપુ પર વેલેન્ટાઈ વિક માટે ટ્રીપ પ્લાન કરી શકો છે. ટાપુ પર સુંદર સનસેટ ,એડવેન્ચર એક્ટીવિટીથી ટ્રીપ એકદમ યાદગાર બની રહેશે.

Tags :