Get The App

50ના દાયકામાં સિગરેટના કશ લગાવી ક્લિક કરાવ્યા બોલ્ડ ફોટો

Updated: Dec 25th, 2019

GS TEAM


Google News
Google News
50ના દાયકામાં સિગરેટના કશ લગાવી ક્લિક કરાવ્યા બોલ્ડ ફોટો 1 - image


મુંબઈ, 25 ડિસેમ્બર 2019, બુધવાર

હિંદી સિનેમા જગતમાં 50 અને 60નું દશક સંસ્કારી સમય હતો તેમ કહી શકાય. આ સમયમાં અભિનેત્રીઓ બોલ્ડનેસની પરિભાષાથી દૂર હતી. પરંતુ આ સમયમાં અભિનેત્રી બેગમ પારાએ બોલ્ડ ફોટોશૂટ કરાવી ખડભડાટ મચાવ્યો હતો. 

50ના દાયકામાં સિગરેટના કશ લગાવી ક્લિક કરાવ્યા બોલ્ડ ફોટો 2 - image

બેગમ પારાએ એવું ફોટોશૂટ કરાવ્યું હતું કે તેના બાદ તેનું નામ ગ્લેમર ગર્લ પડી ગયું હતું. આ ફોટોશૂટમાં બેગમ પારાએ પોતાની હોટ અદાઓ દેખાડી હતી અને તેમાં તે સિગરેટના કશ લગાવતા પણ જોવા મળ્યા હતા. આ સમયમાં બેગમએ કરાવેલું બોલ્ડ ફોટોશૂટ લાઈફ મેગેઝીન માટે હતું. બેગમની આ અદાઓને કેમેરામાં કેદ ફોટોગ્રાફર જેમ્સ બુર્કે કરી હતી.   

બેગમ પારાએ બોલિવૂડમાં અનેક ફિલ્મો કરી હતી  જેવી કે સોની મહિવાલ, નીલ કમલ, લૈલા મજનૂ, કિસ્મત કા ખેલ.. તેઓ છેલ્લે 2007માં રણબીર કપૂર અને સોનમ કપૂરની પહેલી ફિલ્મ સાંવરિયામાં જોવા મળ્યા હતા.  

50ના દાયકામાં સિગરેટના કશ લગાવી ક્લિક કરાવ્યા બોલ્ડ ફોટો 3 - image

તે દાયકામાં બેગમ પારા એક માત્ર અભિનેત્રી હતા જેઓ ચર્ચામાં રહેતા. બેગમએ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના ભાઈ નાસિર ખાન સાથે લગ્ન કર્યા હતા. એવું કહેવામાં આવે છે છે ભાઈ સાથે લગ્ન થયા હોવા છતાં દિલીપ કુમાર અને પારા વચ્ચે સુમેળ ભર્યા સંબંધ ન હતા. 

50ના દાયકામાં સિગરેટના કશ લગાવી ક્લિક કરાવ્યા બોલ્ડ ફોટો 4 - image

દિલીપ કુમારની લોકપ્રિયતા માટે બેગમએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે,દિલીપ કુમાર છે તો હું પણ બેગમ પારા છું.... બેગમ અને નાસિરના દીકરા અયૂબ ખાન બોલિવૂડમાં અભિનેતા છે. બેગમનું નિધન 9 ડિસેમ્બર 2008માં થયું હતું. 

Tags :