અનેક પાક કલાકારોના સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ દૂર
- પહલગામ એટેક પછી પ્રતિબંધ લદાયો હતો
- માવરા હોકૈન, સબા કમર સહિત કેટલાય કલાકારોની પ્રોફાઈલ દેખાવા માંડી
મુંબઇ : કેટલાક પાકિસ્તાની કલાકારો માવરા હોકૈન, સબા કમર, યુમના ઝૈદી, અહદ રઝા મીર તથા દાનિશ તૈમુરનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ સ ફરી ભારતમાં દેખાવા લાગ્યાં છે. આ પરથી આ કલાકારો પરનો પ્રતિબંધ હટી ગયો હોવાની ચર્ચા થઈ રહી છે.
પહલગામ એટેક બાદ આ કલાકારોનાં સોશિયલ મીડિયા એકાઉન્ટસ ભારતમાં દેખાવાં બંધ થયાં હતાં.
જોકે, ફહાદ ખાન,માહિરા ખાન, હાનિયા આમિર અને આતિફ અસલમના એકાઉન્ટ હજુ ભારતમાં દેખાતાં નથી.
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. તે વખતે કેટલાય પાકિસ્તાની કલાકારોએ ઓપરેશન સિંદૂરની ટીકા કરી હતી. તે પછી તબક્કાવાર અનેક કલાકારોના એકાઉન્ટસ પર ભારતમાં પ્રતિબંધ લાદી દેવાયો હતો.