બજરંગી ભાઈજાનની મુન્ની હર્ષાલી હવે સાઉથમાં હીરોઈન
- અખંડા ટૂ નામની ફિલ્મની જાહેરાત
- હર્ષાલી સોશિયલ મીડિયામાં ખૂબ લોકપ્રિય, ઈન્સ્ટા પર 36 લાખ ફોલોવર્સ
મુંબઈ: સલમાન ખાનની 'બજરંગી ભાઈજાન' ફિલ્મમાં પાકિસ્તાનથી ભારત પહોંચી ગયેલી બાળકી મુન્નીનો રોલ ભજવનારી હર્ષાલી મલ્હોત્રા હવે હિરોઈન તરીકે સાઉથની એક ફિલ્મમાં ડેબ્યૂ કરી રહી છે.
તેણે નંદમુરારી બાલકૃષ્ણની ફિલ્મ 'અખંડા ટુ'માં જનાની તરીકેની ભૂમિકા સ્વીકારી છે. આ તેલુગુ ફિલ્મનું દિગ્દર્શન બોયાપતિ શ્રીનુ કરવાના છે. હર્ષાલીએ આ ફિલ્મની જાહેરાત કરતાં સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે આટલાં વર્ષોથી તમે મને મુન્ની તરીકે યાદ રાખી હતી પરંતુ આ વર્ષો દરમિયાન મેં ફિલ્મોમાં મોટાપાયે ઝંપલાવવા માટે સજ્જતા કેળવ્યે રાખી હતી. હવે હું સ્ક્રીન પર ફરી હાજર થવા માટે પૂરેપૂરી સજ્જ છું.
પરંતુ, હવે હું એક બાળકી તરીકે નહિ પરંતુ એક સ્ક્રીન પર જેની હાજરી માટે લાગણી અનુભવી શકો તેવી વ્યક્તિ તરીકે હાજર થવાની છું.
ઉલ્લેખનીય છે કે આટલાં વર્ષો દરમિયાન હર્ષાલી સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિય રહી છે. તેના ઈન્સ્ટાગ્રામ પર ૩૬ લાખ ફોલોઅર્સ છે. તેના વિવિધ લૂક્સને હજારો લાઈક્સ તથા કોમેન્ટસ મળતાં રહે છે.