બાબિલ ખાનના વિવાદના કારણે ગોવિંદાના પુત્રની ડેબ્યૂ ફિલ્મ ફસાઈ? જાણો વિવાદ
Babil Khan Leaves Hindi Remake Movie: બોલિવૂડના 80ના દાયકાના સુપર સ્ટાર ગોવિંદા પુત્ર યશુવર્ધન આહુજાએ બોલિવૂડ ડેબ્યૂ માટે હજી થોડી રાહ જોવી પડશે. આ વિલંબ પાછળનું કારણ બાબિલ ખાન બન્યો છે. 2023માં રિલિઝ થયેલી તેલુગુ રોમેન્ટિક ડ્રામા 'બેબી'ની હિન્દી રિમેકમાં કામ કરવાનો હતો. તેની સાથે દિગ્ગજ સ્ટાર ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાનને કાસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ બાબિલે અચાનક પોતાનો આ કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો. તેના આ નિર્ણયથી આ ફિલ્મ તો અટવાઈ છે, પરંતુ યથવર્ધનનું ડેબ્યૂ પણ અધવચ્ચે ટીંગાઈ ગયુ છે.
બાબિલ ડાયરેક્ટરથી નારાજ
'બેબી'ની હિન્દી રિમેકને નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મમેકર સાઈ રાજેશ ડાયરેક્ટ કરી રહ્યા હતાં. ફિલ્મનું શૂટિંગ 5 મે, 2025થી શરૂ થવાનું હતું. પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર બાબિલનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં તે બોલિવૂડ વિશે ખરાબ-અપશબ્દો બોલી રહ્યો હતો. સાઈ રાજેશે બાબિલના આ વીડિયો પર પ્રતિક્રિયા આપતાં તેની ટીકા કરી હતી. જેથી બાબિલ ખાન નારાજ થયો હતો અને તેણે અચાનક આ ફિલ્મ કરવાનો ઈનકાર કરી દીધો.
આ પણ વાંચોઃ 'ગૌહર ખાન મને ધર્મ પરિવર્તનનું દબાણ કરતી...' બ્રેકઅપના વર્ષો બાદ અભિનેતાનો આરોપ
યશવર્ધનનું ડેબ્યૂ અટવાયું
બાબિલની આ પ્રતિક્રિયાથી યશવર્ધનનું ડેબ્યૂ અટવાયું છે. તેની આ ફિલ્મ બોલિવૂડમાં પણ ડેબ્યૂ થવાની હતી. પરંતુ હવે તેના માટે રાહ જોવી પડશે. ફિલ્મના કાસ્ટિંગમાં અગાઉ પણ વધુ સમય લાગ્યો હોવાથી પ્રોડક્શન હાઉસે બાબિલની એક્ઝિટથી હાલ આ પ્રોજેક્ટ સ્થગિત કરી દીધો છે. મીડિયા સૂત્રો અનુસાર, મેકર્સે ફિલ્મની હિરોઈન પસંદ કરવામાં છ મહિનાનો સમય લીધો હતો. પરંતુ હવે ફરી હિરોની પસંદગી કરવી પડશે. જે અત્યંત મુશ્કેલ છે. જેથી હાલ ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે.
બેબી સુપરહિટ ફિલ્મ રહી હતી
તેલુગુ વર્ઝનની બેબી ફિલ્મના લેખક અને ડાયરેક્ટર સાઈ રાજેશ હતાં. ફિલ્મમાં વૈષ્ણવી ચૈતન્ય, આનંદ દેવરકોંડા અને વિરજ અશ્વિન લીડ રોલમાં હતા. 10 કરોડના બજેટની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રૂ. 80 કરોડની કમાણી કરી હતી. તેની સફળતા જોતાં મેકર્સે તેની હિન્દી રિમેક બનાવવાનો નિર્ણય લીધો હતો. જેમાં બાબિલ આનંદ દેવરકોંડા, યશવર્ધન વિરજ અશ્વિનની ભૂમિકા ભજવવાનો હતો. પરંતુ બાબિલે આ પ્રોજેક્ટમાંથી પોતાનું નામ દૂર કરતાં આ ફિલ્મના ભવિષ્ય પર સવાલો ઉઠ્યા છે.