પતિ, પત્ની ઔર વોહ ટુમાં સારા, વામિકા સાથે આયુષ્માન
- કાર્તિક, ભૂમિ, અનન્યા રીપિટ નહિ
- આગામી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સ્ટાર્ટ ટૂ ફિનિશ સળંગ શૂટિંગ હાથ ધરાશે
મુંબઇ : કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડેની 'પતિ, પત્ની ઔર વોહ'નો બીજો ભાગ બની રહ્યો છે પરંતુ આ વખતે કાસ્ટ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. ફિલ્મના બીજા ભાગમાં આયુષ્માન ખુરાના, સારા અલી ખાન તથા વામિકા ગબ્બી જોવા મળશે.
ફિલ્મની કાસ્ટ બદલવા અંગે કોઈ ચોક્કસ કારણ અપાયું નથી. પરંતુ, કાર્તિક આર્યન હવે વધારે પડતી ફી લેવા માંડયો હોવાથી તથા ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે બંને કમર્શિયલી સફળ સ્ટાર નહિ ગણાતાં હોવાથી તેમની છુટ્ટી કરવામાં આવી હોવાની અટકળ વ્યક્ત કરવામાં આવી રહી છે. સરખામણીએ વામિકા ગબ્બી હાલ બોલીવૂડની સૌથી ડિમાન્ડ ધરાવતી નવી હિરોઈનોમાંની એક ગણાય છે અને તે બહુ સારી એકટ્રેસ પણ છે.
ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ મહિનામાં શરૂ કરીને નવેમ્બર મહિનામાં એટલે કે સ્ટાર્ટ ટૂ ફિનિશ શિડયૂલમાં જ પૂર્ણ કરાશે.
ઉલ્લેખનીય છે કે કાર્તિક -અનન્યાની 'પતિ, પત્ની ઔર વોહ' પણ મૂળ આ જ નામ ધરાવતી સંજીવ કુમારની કલાસિક ફિલ્મની રીમેક હતી.