- આ ફિલ્મ લાંબા સમય સુધી અટકી પડી હતી
- 2024માં શૂટિંગ શરૂ થયા પછી અનેક સમસ્યા નડી : છેલ્લે દિલ્હીનું શૂટિંગ અટક્યું
મુંબઇ : આયુષમાન ખુરાના તથા સારા અલી ખાનની 'ઉડતા તીર' ફિલ્મ ભારે વિલંબ બાદ હવે આગામી સપ્ટેમ્બરમાં રીલિઝ થશે. કરણ જોહર દ્વારા બનાવાયેલી આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૪માં શરુ થઈ ગયું હતું અને ગયાં વર્ષે તે રીલિઝ થઈ જવાની હતી. જોકે, વચ્ચે થોડા સમય માટે તેનું શૂટિંગ અટકી ગયું હતું. છેલ્લે છેલ્લે એક ગીતનું શૂટિંગ જ બાકી રહ્યું હતું પરંતુ દિલ્હીનું શિડયૂૂલ અચાનક રદ થતાં છેવટે મુંબઈમાં જ શૂટિંગ પૂરું કરવું પડયું હતું. સ્પાય કોમેડી જોનરની આ ફિલ્મનું દિગ્દર્શન આકાશ એ કૌશિકે કર્યું છે.


