આયુષ્માન ખુરાના વધુ એક ફેમિલી કોમેડીમાં દેખાશે
મુંબઈ: આયુષ્માન ખુરાનાની કેરિયર ફરી ઊંચકાઈ રહી છે. તેને વધુ એક કોમેડી ફિલ્મ મળી છે.
ટી સીરિઝના ભૂષણ કુમાર આ ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી નથી. ફિલ્મની અન્ય કાસ્ટ હવે પછી નક્કી થશે. ફિલ્મનું શૂટિંગ આગામી સપ્ટેમ્બરમાં શરુ કરી દેવાય તેવી ધારણા છે. સમગ્ર શૂટિંગ એક જ શિડયૂલમાં આટોપી દેવાનું આયોજન છે.
ઉલ્લેખનીય છે કે આયુષ્માનને દિનેશ વિજનની હોરર ફિલ્મ 'થામા'માં પણ મુખ્ય ભૂમિકા મળી છે. આ ઉપરાંત તે સૂરજ બડજાત્યની ફિલ્મમાં નવા પ્રેમના રોલમાં એક રોમાન્ટિક કોમેડી ફિલ્મ પણ કરી રહ્યો છે.