આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ બની દિગ્દર્શિકા
- ત્રણ ટોચની અભિનેત્રીઓ સાથે બનાવી રહી છે એક ફિલ્મ
મુંબઇ : આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ એક સારી લેખિકા અને આર્ટિસ્ટ છે. હવે તે ડાયરેકટર પણ બની ગઇ છે. તાહિરા એક ફિલ્મનું દિગ્દર્શન કરવાની છે જેમાં તે ત્રણ ટોચની અભિનેત્રીઓ સાથે કામ કરશે.
તાહિરા કશ્યપ શર્મા જી કી બેટી નામની એક ફિલ્મ બનાવી રહી છે. જેમાં તે સૈયામી ખેર, સાક્ષી તન્વર અને દિવ્યા દત્તા સાથે કામ કરવાની છે.આ એક કોમેડી ડ્રામા ફિલ્મ હશે.આ પહેલા તાહિરાએ ઘણી શોર્ટ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. જોકે તે એક ફીચર ફિલ્મનું દિગ્દર્શન પ્રથમ વખત કરી રહી છે. તાહિરાએ આ ફિલ્મની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને કરી હતી.
તાહિરાએ લખ્યું હતુ ંકે, મને પોતાને આશ્વર્ય થાય છે કે, હું એક ડાયરેકટર બની ગઇ છું. મને મારા પોતાના પર જ વિશ્વાસ નથી આવતો.હું એ દરેક લોકોની આભારી છું જેમણે મને મારી આ કારકિર્દીની સફરમાં સાથ આપ્યો છે. આ ફિલ્મની વાર્તા મારા દિલની બહુ કરીબ છે. મને મારી માતા અને પતિએ કદી હાર ન માનવાની શિખામણ આપી છે. આ સફરમાં પણ સાથ આપવા માટેના દરેક લોકોનો હું આભાર માનું છું.