આયુષ્યમાન ખુરાના કારકિર્દીમાં પ્રથમ વખત ડોકટરનું પાત્ર ભજવશે
- આ ફિલ્મ દર્શકોને ખડખડાટ હસાવવાની સાથે સામાજિક સંદેશો પણ આપશે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.22 ડિસેમ્બર 2020, મંગળવાર
આયુષ્માન ખુરાના જંગલી પિકચર્સ સાથે ત્રીજી ફિલ્મ કરવાનો છે. આ પહેલા તેણે બરેલી કી બર્ફી અને બધાઇ હો જેવી સફળ ફિલ્મો આપી છે. હવે આબેનર આયુષ્માન સાથે ડોકટર જી ફિલ્મ લઇને આવી રહ્યું છે.
આ પ્રોજેક્ટ વિશે વાત કરતાં આયુષ્માન ખુરાનાએ જણાવ્યું હતુ ંકે, ડોકટર જીની સ્ક્રિપ્ટ સાંભળતા જ મને પસંદ પડી ગઇ હતી.આ એક ફ્રેશ સ્ક્રિપ્ટ છે. જે દર્શકોને ખડખડાટ હસાવશે અને વિચારવા પર મજબૂર કરશે.
અભિનેતાએ વધુમાં કહ્યુ હતુ ંકે, મારી કારકિર્દીમાં પ્રથમ વખત હું ડોકટરોનો રોલ ભજવવાનો હોવાથી ઉત્સાહિત છું. આ ફિલ્મ કોમેડીની સાથેસાથે એક સામાજિક સંદેશો પણ આપશે.મને આશા છે કે જંગલી પિકચર્સ સાથે ડોકટર જી અમારા માટે ગિટની હેટ્રિક હશે.
આ ફિલ્મ દ્વારા અનુભૂતિ કશ્યર ડાયરેકટર તરીકે ડેબ્યુ કરી રહી છે. તેણે જણાવ્યું હતુ ંકે,આ ફિલ્મ એક કેમ્પસ કોમેડી-ડ્રામા ફિલ્મ હશે.જે યુવા પેઢી અને પરિવારો બન્નેને પસંદ પડશે.