Avatar: The Way of Water એક અવિશ્વનીય, અકલ્પનીય, દમદાર ફિલ્મ,ભારતમાં આ તારીખે થશે રિલીઝ
Updated: Dec 7th, 2022
-13 વર્ષ પહેલા રીલિઝ થયેલી જેમ્સ કેમરનની ફિલ્મ 'અવતાર'ની સિક્વલ 'અવતારઃ ધ વે ઓફ વોટર' ભારતમાં 16 ડિસેમ્બરે રિલીઝ
નવી દિલ્હી,તા. 7 ડિસેમ્બર 2022,બુધવાર
વર્ષ 2009માં આવેલી ફિલ્મ 'અવતાર'એ વિશ્વભરના દર્શકોનું મન જીત્યુ હતુ. હવે આ પછી જેમ્સ કેમરૂન તેની સિક્વલ લઈને આવ્યા છે. દર્શકોમાં 'અવતારઃ ધ વે ઓફ વોટર'નો ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
જેમ્સ કેમેરોનની 'અવતારઃ ધ વે ઓફ વોટર' આખરે લંડનમાં ફિલ્મના વર્લ્ડ પ્રીમિયર બાદ પ્રેસના સભ્યોને બતાવવામાં આવી છે. અહીં 'અવતારઃ ધ વે ઓફ વોટર'ના પ્રીમિયર પછી ક્રિટિક્સના પ્રતિક્રિયાઓ જોવા મળી હતી.
ફિલ્મને શરૂઆતમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમ્સ કેમેરોનની અમર્યાદ કલ્પના અને નૈસર્ગિક દ્રશ્યોએ ફરી એકવાર લોકોના હોશ ઉડાવી દીધા છે. હવે ભારતમાં ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
જેમ્સ કેમરોને આ ફિલ્મના સ્ટાર્સ સાથે વાસ્તવિક પાણીની અંદરની દુનિયા બનાવી છે. તેમાં મોશન કેપ્ચર સિનેમેટોગ્રાફી કરવામાં આવી છે, જે વિવેચકોને ખૂબ જ પ્રભાવિત કરી રહી છે. લંડન અને ઈંગ્લેન્ડના વિવેચકોઇ 'અવતારઃ ધ વે ઓફ વોટર' ફિલમ પર પોતાની પ્રતિક્રિયા શેર કરી હતી.
ફિલ્મનો રરિલ્યુ આપતા એક યુઝરે લખ્યું કે, ફિલ્મ 'અવતારઃ ધ વે ઓફ વોટર' ખૂબ જ અવિશ્વસનીય છે. આ દ્રશ્યો મનને હચમચાવી દે તેવા છે. એક પછી એક શાનદાર ફ્રેમ...
અન્ય એક યુઝરે લખ્યું, 'આનંદ થાય છે કે 'અવતારઃ ધ વે ઓફ વોટર' અભૂતપૂર્વ ફિલ્મ છે. 'અવતાર 2' વધુ સારી અને વધુ ભાવનાત્મક છે. આ ફિલ્મ આકર્ષક અને અતિ મનોરંજક છે. આ ફિલ્મની સ્ટોરી ઘણી સારી છે. ફિલ્મની સ્ટોરી કહેવાની રીત પણ બેસ્ટ છે. તેમજ આ મૂવીમાં ખૂબસૂરત દ્રશ્યો અને નવા પાત્રો અદ્ભુત છે. આ ફિલ્મ સંપૂર્ણપણે રોમાંચક છે.
16 ડિસેમ્બરે ભારતમાં થશે રિલીઝ
13 વર્ષ પહેલા રીલિઝ થયેલી જેમ્સ કેમરનની ફિલ્મ 'અવતાર'ની સિક્વલ 'અવતારઃ ધ વે ઓફ વોટર' ભારતમાં 16 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. અંગ્રેજી ઉપરાંત આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ થશે.