- ચિત્રવિચિત્ર હરકતો માટે બદનામ ઓરીનું કૃત્ય
- સારા અને ઈબ્રાહિમ અલીએ બંનેએ ઓરીને અનફોલો કરી દીધો
મુંબઇ : પોતાની ચિત્રવિચિત્ર હરકતો માટે બદનામ સોશિયલ મીડિયા પર્સનાલિટી ઓરહાન અવતરામાની ઉર્ફે ઓરીએ તાજેતરમાં સારા અલી ખાન વિશે એક ભદ્દી મજાક કરતાં બંનેની દોસ્તીમાં તિરાડ પડી ગઈ છે. સારા અલી ખાન તથા તેના ભાઈ ઈબ્રાહિમ અલી ખાન બંનેએ ઓરીને અનફોલો કરી દીધો છે.
ઓરી અનેક બોલિવુડ સેલિબ્રિટીનો અંગત મિત્ર છે. ખાસ કરીને જાહ્નવી કપૂર સાથે તેની નિકટતા જાણીતી છે. જોકે, ઓરીને બોલિવુડ કલાકારો આટલું મહત્વ શા માટે આપે છે તે હજુ સુધી કોઈને સમજાયુું નથી. ઓરીએ તાજેતરમાં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સારાની હિટ ફિલ્મોની સંખ્યા આંતરવસ્ત્રોની લંબાઈ જેટલી ટૂંકી છે તેવી મજાક કરી હતી. તે પછી સોશિયલ મીડિયા યૂઝર્સએ તેના પર ભારે પસ્તાળ પાડી હતી. કેટલાક ચાહકોએ લખ્યું હતું કે પોતે જાહ્નવી સહિતના અમુક બોલિવુુડ સ્ટાર્સને ઓરી જેવા વાહિયાત માણસ સાથેની નિકટતાને કારણે અનફોલો કર્યા છે.
ઓરીએ એક પોસ્ટમાં સારા, અમૃતા અને પલક સૌથી બકવાસ નામો હોવાનું ગણાવ્યું હતું.
સારાએ ઓરીની હરકતોનો સીધો જવાબ આપવાને બદલે એક ગીતના' પ્રતિભાશાળી લોકો વિવાદોમાં નથી પડતા' એવા શબ્દો શેર કર્યા હતા.


