કોરના વાઇરસના કારણે આથિયા શેટ્ટીએ ફિલ્મ ફોટોગ્રાફરોને મદદ કરી
- તેને અનાજ આપવાની ઇચ્છા હતી પરંતુ અનુમતિ ન મળતા રૂપિયા અકાઉન્ટમાં જમા કરાવ્યા
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.04 મે 2020, સોમવાર
કોરોના વાયરસના કારણે લોકડાઉન થવાથી દૈનિક વેતનધારીઓ આર્થિક સંકટ ભોગવી રહ્યા છે. ઘણા દિવસોથી ઇવેન્ટો પણ ન યોજાતી હોવાથી તસવીરકારોને કોઇ આવક રહી નથી. સુનિલ શેટ્ટીના સંતાનો આથિયા અને અહાને તેમને સહાય કરી છે.
સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટ પર એક ફોટોગ્રાફરે જણાવ્યું હતું કે આથિયા અને અહાન ફોટોગ્રાફર્સના ઘરે રેશનિંગ પહોચડવા માંગતા હતા. પરંતુ આની અનુમતિ મળી નહીં. તેથી તેમણે રૂપિયા જ તસવીરકારોના અકાઉન્ટમાં જમા કર્યા હતા.
કોરોનાના પ્રકોપના કારણે પડેલી મુશ્કેલીમાં અમને થોડી પણ રાહત આપવા માટે તેમનો આભાર માનીએ છીએ. આ પહેલા પણ અમને સહાય કરવામાં આવી છે.