48 વર્ષે સુઝેનખાન બીજા લગ્ન કરી અર્સલાન ગોનીની પત્ની બનશે
બંને સંતાનો પિતા હૃતિક સાથે ઉછરે છે
મુંબઇ: ઋતિક રોશનની ભૂતપૂર્વ પત્ની સુઝેન ખાન ૪૮ વર્ષની વયે બીજા લગ્ન કરી એક્ટર અર્સલાન ગોનીની પત્ની બનશે તેવી અટકળો તેજ બની છે. અર્સલાન ગોનીએ એક્ટર અલી ગોનીનો ભાઇ છે અને તે સુઝેન ખાનથી ૧૧ વર્ષ નાનો છે. અર્સલાન ગોની ઝી ફાઇવ અને ઓલ્ટ બાલાઝીની સિરિઝ મેં હીરો બોલ રહા હુંમાં દેખાયો હતો. સુઝેન અને અર્સલાન ગોની વચ્ચે ચાર વર્ષથી સંબંધો છે. અલી ગોનીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું ખુશ છું કે સુઝેન અમારા પરિવારનો હિસ્સો છે અને મારા ભાઇની પાર્ટનર છે. તે અમારા પરિવારમાં ખૂબ ખુશીઓ અને પોઝિટિવિટી લઇને આવી છે. ભાઇ, અબ જલ્દી શાધી કર લે. જેસ્મિને પણ આ મુદ્દે જણાવ્યું હતું કે તે અમારા પરિવારની પ્યારી સભ્ય છે. અમે ંબધાં તેને ખૂબ પ્યાર કરીએ છીએ.
જેસ્મિન અને અલીએ સુઝેન અને અર્સલાન વિશે જે કહ્યું તે પછી સોશ્યલ મિડિયા પર વાત ચાલી છે કે બંને ટૂંક સમયમાં લગ્ન કરી લેશે. બંનેના સંબંધોને પરિવારોની મંજૂરી પણ મળી ચૂકી છે. સુઝેનના બંને સંતાનો તેના પિતા ઋતિક રોશન સાથે ઉછરી રહ્યા છે.