Get The App

હિટ એન્ડ રન કેસમાં જાણીતી એક્ટ્રેસની ધરપકડ, 21 વર્ષીય વિદ્યાર્થીનું થયું હતું મોત

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
હિટ એન્ડ રન કેસમાં જાણીતી એક્ટ્રેસની ધરપકડ, 21 વર્ષીય વિદ્યાર્થીનું થયું હતું મોત 1 - image
Image source: instagram/ Nandini Kashyap 

Nandini Kashyap Arrested: ગુવાહાટીમાં 25 જુલાઈએ થયેલા હીટ એન્ડ રન કેસમાં જાણીતી આસામની અભિનેત્રી નંદિની કશ્યપની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આજે અંદાજે દોઢ વાગે નંદિનીને ગુવાહાટીથી ધરપકડ કરી હતી. હવે અભિનેત્રીને કોર્ટમાં રજૂ કરાશે. જણાવી દઈએ કે ગઈકાલે અભિનેત્રીને કસ્ટડીમાં લાવવામાં આવી હતી. એકટ્રસ પર આરોપ છે કે તેને વિદ્યાર્થીને પોતાની કારથી કચડીને ફરાર થઈ ગઈ હતી. 

અકસ્માત સર્જી ફરાર થઈ ગઈ હતી અભિનેત્રી

25 જુલાઈની રાત્રે અંદાજે 3 વાગ્યે ગુવાહાટીના દક્ષિણ ગામ વિસ્તારમાં 21 વર્ષના સમીઉલ નામનો વિદ્યાર્થી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. સમીઉલ નલબાડી પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતો હતો અને સાથે તે ગુવાહાટી મ્યુનિસિપલ કાઉન્સિલમાં કામચલાઉ ધોરણે કામ કરતો હતો. રિપોર્ટ્સ પ્રમાણે તે કામ કરી ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે રસ્તા પર પૂરપાટ ઝડપે આવતી SUVએ તેને ટક્કર મારી હતી. અમુક પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે SUV નંદિની કશ્યપ ચલાવી રહી હતી. 

આ પણ વાંચો : કેટરીના કૈફ વિક્કી કૌશલનો ફોન ક્યારેય ચેક નથી કરતી, સુખી લગ્નજીવન માટે આપ્યો 'મંત્ર'

પોલીસની કાર્યવાહી 

આ ઘટના બાદ ગુવાહાટી પોલીસે આ મામલે તપાસ કરી. મોડી રાત્રે અભિનેત્રીને ડિટેઈન કરી અને લાંબા સમય સુધી તેની પૂછપરછ કરી. પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે કે તે દુર્ઘટના સમયે તે નશામાં હતી કે નહીં. પોલીસના સૂત્રોએ જણાવ્યા અનુસાર નંદિની પર ભારતીય દંડ સંહિતાની ધારા 279(બેદરકારીપૂર્વક વાહન ચલાવવી) અને 304A (બેદરકારીથી મોત) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીના મોત બાદ પરિવારજનોમાં રોષ

જણાવી દઈએ કે સમીઉલ હકનો અકસ્માત થયા બાદ તેને સૌથી પહેલા ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઇ આવ્યા અને હાલત વધારે બગડતા તેને એપોલો હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો. હોસ્પિટલમાં ચાર દિવસ પછી 29 જુલાઈ તેનુ મોત નીપજ્યું. પોલીસે જણાવ્યું કે તેમને CCTV ફૂટેજ મળી ગયા છે અને પોલીસે નંદિની કશ્યપની બે કાર પણ જપ્ત કરી છે. બંને કારને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. 

 

Tags :