ડેટિંગની અફવા વચ્ચે આશા ભોંસલેની પૌત્રી જનાઈએ ક્રિકેટર સિરાજને રાખડી બાંધી
Zanai Bhosle Ties Rrakhi To Cricketer Mohammed Siraj: થોડા સમય પહેલા સિરાજ અને આશા ભોંસલેની પૌત્રી જનાઈ બંને લાઇમલાઇટમાં જોવા મળ્યા હતા. બંનેની એક તસવીર વાયરલ થયા બાદ બંનેની ડેટિંગની અફવાએ જોર પકડ્યુ હતું. જોકે, જનાઈએ ઘણી વખત તેના પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સિરાજ મારો ભાઈ છે. તેણે તાજેતરમાં જ ક્રિકેટર માટે એક સ્પેશિયલ પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં તેણે સિરાજને ભાઈ ગણાવ્યો હતો. ઈંગ્લેન્ડમાં સિરાજના મેચ વિનિંગ પરફોર્મન્સથી જનાઈ ખૂબ જ ખુશ થઈ હતી.
ડેટિંગની ચર્ચાઓ વચ્ચે જનાઈએ સિરાજને બાંધી રાખડી
હવે જનાઈએ રક્ષાબંધનના અવસર પર આખી દુનિયાને જણાવી દીધું છે કે, સિરાજ માત્ર તેનો ભાઈ જ છે. તેણે ક્રિકેટરને રાખડી બાંધી છે અને તેને વીડિયો પણ તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જનાઈએ સિરાજને રાખડી બાંધતો વીડિયો શેર કર્યો છે. તેમાં કેપ્શનમાં લખ્યું કે, સિરાજ હજારોમાં એક છે. હું તેનાથી સારા અન્ય કોઈ પણ વ્યક્તિની માગ નહોતી કરી શક્તિ હતી.
ડેટિંગની તમામ અફવાઓને નકારી કાઢી
રાખડીની સાથે-સાથે જનાઈએ સિરાજને એક બ્રેસલેટ પણ ગિફ્ટ કર્યું, જેને ક્રિકેટરે ખૂબ જ પ્રેમથી પહેર્યું. જનાઈએ સિરાજ સાથે પોતાના ભાઈ-બહેન વાળા સબંધને શેર કરીને ડેટિંગની તમામ અફવાઓને નકારી કાઢી છે.