Get The App

સારા સાથે ડેટિંગ બાબતે અર્જુન પ્રતાપની ગોળગોળ વાતો

Updated: Jan 25th, 2025

GS TEAM

Google News
Google News
સારા સાથે ડેટિંગ બાબતે અર્જુન પ્રતાપની ગોળગોળ વાતો 1 - image


- જેને જે કહેવું હોય તે કહે, મને પરવા નથી

- બંને અવારનવાર સાથે દેખાય છે, જોકે સારાએ પણ હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી

મુંબઇ : સારા અલી ખાન સાથે અફેર અંગે  અર્જુન પ્રતાપ બાજવાએ ગોળ ગોલ વાતો કરી આ અફવાને સમર્થન આપવાનો કે રદિયો આપવાનું પણ ટાળ્યું છે. 

અર્જુન પ્રતાપે એક સંવાદમાં કહ્યું હતું કે મારે આ બાબતે કોઇ સ્પષ્ટતા કરવી નથી. લોકોને જે સમજવું અને લખવું હોય તે લખે. હું ફક્ત મારાં કામ પર ફોક્સ કરી રહ્યો છું. મને આવી વાતોથી કોઈ હેરાનગતિ થતી નથી. 

અર્જુન પ્રતાપ બાજવા એક મોડેલ, અભિનેતા, અને સિંગર છે. તેનો પરિવાર પંજાબમાં રાજકારણ સાથે સંકળાયેલો છે. તે અને સારા તાજેતરમાં સાથે કેદારનાથનાં દર્શને ગયાં હતાં. તે પછી તેઓ રાજસ્થાનના પ્રવાસે પણ સાથે જોવા મળ્યાં હતાં. 

સારા અલી ખાનનું નામ આ અગાઉ સુશાંત સિંહ રાજપૂત કાર્તિક આર્યન તથા વીર પહાડિયા સાથે ચર્ચાઈ ચૂક્યું છે. 

Tags :