Entertainment

અર્જુન કપૂર અને સાહિબા બાલી વચ્ચે અફેરની ચર્ચા જામી

By GS Team
26 Nov 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં અભિનેત્રી સાહિબા બાલી અને અર્જુન કપૂરના સંબંધોની અટકળો તેજ બની છે. ગુરુ પરબ નિમિત્તે સાહિબાએ અર્જુનનો અડધો પ્રસાદ ખાધાની પોસ્ટ મૂકી હતી. અગાઉ, જુલાઈમાં લંડનમાં ભારત-ઈંગ્લેન્ડ મેચ દરમિયાન બંને સાથે જોવા મળ્યા હતા. અર્જુનના જન્મદિવસ પર સાહિબાની "સબ કા બેસ્ટી" કોમેન્ટથી પણ શંકાઓ જાગી હતી. જોકે, બંનેમાંથી કોઈએ આ અંગે સ્પષ્ટતા કરી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

અર્જુન કપૂર અને સાહિબા બાલી વચ્ચે અફેરની ચર્ચા જામી
  • બંને એકથી વધુ વખત સાથે દેખાયાં
  • અર્જુન સાથે અડધો પ્રસાદ શેર કર્યાની સાહિબાની પોસ્ટથી ચાહકો દ્વારા અટકળો

મુંબઇ : સ્પોર્ટસ પ્રેઝન્ટર અને અભિનેત્રી સાહિબા બાલીએ ગુરૂ પરબ નિમિત્તે મુકેલી ઇન્સ્ટા પોસ્ટમાં પોતે અર્જુન કપૂરનો અડધો પ્રસાદ ખાઇ ગઇ હોવાની રમતિયાળ પોસ્ટ મુકતાં સોશ્યલ મિડિયા પર સાહિબા અને અર્જુનના સંબંધો વિશે જાતજાતની અટકળો ચાલી રહી છે.
'લયલા મજનુ' અને 'અમરસિંહ ચમકીલા' ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સાહિબા અગાઉ અર્જુન કપૂર સાથે લંડનના લોર્ડઝ મેદાન પર જુલાઇમાં યોજાયેલી ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડની વન ડે મેચ જોતી દેખાઇ ત્યારથી બંને જણાંં વચ્ચે ડેટિંગ ચાલી રહ્યું હોવાની અટકળો ચાલી છે. જુનમાં સાહિબાએ અર્જુન કપૂરના જન્મદિવસે સબ કા બેસ્ટી કોમેન્ટ કરતાં બંને વચ્ચે કશું ક રંધાઇ રહ્યું હોવાનો જાણભેદુઓને શક પડયો હતો.
જો કે, સાહિબા કે અર્જુને તેમના ડેટિંગ બાબતે કોઇ ફોડ પાડયો નથી. ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર તેનાથી વયમાં મોટી મલાઈકા અરોરા સાથે વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યો હતો. જોકે, બાદમાં બંનેનું બ્રેક અપ થઈ ગયું હતું.