શું 'દિલવાલે' બાદ કાજોલ- શાહરુખ ફરી એકવાર સાથે જોવા મળશે? એક્ટ્રેસે કર્યો ખુલાસો
મુંબઈ, તા. 07 ડિસેમ્બર 2022 બુધવાર
હિન્દી સિનેમાની દિગ્ગજ એક્ટ્રેસ કાજોલ લાંબા સમય બાદ 'સલામ વેંકી' દ્વારા મોટા પડદે વાપસી કરવા જઈ રહી છે. અત્યારે કાજોલ સલામ વેંકીના પ્રમોશનમાં વ્યસ્ત છે. દરમિયાન કાજોલે બોલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાન સાથે આગામી સમયમાં કામ કરવાને મુદ્દે ખુલાસો કર્યો છે. ઉલ્લેખનીય છે કે રોહિત શેટ્ટીની વર્ષ 2015 માં આવેલી ફિલ્મ 'દિલવાલે' બાદથી કાજોલ અને શાહરુખની જોડી સ્ક્રીન પર જોવા મળી નથી.
વર્ષ 1995માં રિલીઝ થયેલી ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' માં શાહરુખ ખાન અને કાજોલની જોડી પહેલીવાર મોટા પડદે જોવા મળી હતી. આ ફિલ્મ બાદ રાજ અને સિમરનની જોડી દરેકની ફેવરિટ બની ગઈ. મોટાભાગના લોકો કાજોલ અને શાહરુખનની જોડીને સ્ક્રીન પર જોવાનું પસંદ કરે છે. આ દરમિયાન કાજોલે પોતાની અપકમિંગ ફિલ્મ સલામ વેંકીના પ્રમોશન દરમિયાન કિંગ ખાનની સાથે કામ કરવા અંગે મોટી વાત કહી છે.
કાજોલે કહ્યુ વર્તમાન સમયમાં મારી પાસે એવી કોઈ ફિલ્મની કહાની આવી નથી જેમાં હુ અને શાહરુખ એક સાથે જોવા મળીએ પરંતુ ભવિષ્યમાં જો એવુ થયુ તો હુ ચોક્કસ શાહરુખ સાથે બીજીવાર કામ કરવાનું ઈચ્છીશ.