અર્ચના પૂરન સિંહની ખુરશી સામે ફરી ખતરો? જુઓ સિદ્ધુએ કઈ હસીનાને ઓફર કરી સીટ
The Great Indian Kapil Show: 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉ'માં આ અઠવાડિયે 'સન ઓફ સરદાર 2ની સ્ટારકાસ્ટ ગેસ્ટ તરીકે આવી હતી. મૃણાલ ઠાકુર અને અજય દેવગણે શૉમાં ખૂબ મસ્તી કરી. શૉ માં મૃણાલે જણાવ્યું કે, અજય દેવગણ પોતાની ફિટનેસ પર ખૂબ જ ધ્યાન આપે છે. શોટ્સ ની વચ્ચે મળતા ટાઈમમાં પણ અજય જીમ જઈને વર્કઆઉટ કરે છે. અજયના મિડ શૂટ વર્કઆઉટ સેશન વિશે સાંભળીને કપિલ શર્મા અને ઓડિયન્સ ખૂબ જ ઇમ્પ્રેસ થઈ ગઈ.
સિદ્ધુએ આ હસીનાને ઓફર કરી સીટ
બીજી તરફ નવજોત સિંહ સિદ્ધુએ આ વચ્ચે મૃણાલના વખાણ કર્યા અને કહ્યું કે, તું જ્યારે પણ સેટ પર આવે છે ત્યારે માહોલ ખૂબ જ સુંદર બની જાય છે. સિદ્ધુ ની આ વાત પર કટાક્ષ કરતાં કપિલે કહ્યું કે, તમે મૃણાલને અર્ચના પૂરન સિંહ સાથે સીટ બદલવા માટે કહો છો? તેના પર સિદ્ધુએ હસતા-હસતા કહ્યું કે, હું આ બદલાવથી ખુશ છું. બીજી તરફ અર્ચના કહે છે કે તો પછી હું મૃણાલની જગ્યા લઈ લઈશ.
સિદ્ધુએ મૃણાલના ખૂબ વખાણ કર્યા
શૉ માં મૃણાલે સિનેમામાં પોતાની જર્ની પર પણ વાત કરી. આવી સ્થિતિમાં સિદ્ધુએ પોતાના ખાસ અંદાજમાં મૃણાલના ખૂબ વખાણ કર્યા. સિદ્ધુના મોઢેથી પોતાના આટલા વખાણ સાંભળીને મૃણાલ પણ ચોંકી ગઈ. તેણે હેરાની વ્યક્ત કરતા કહ્યું કે, પાજીને થયું છે શું? તેના પર અજય રમૂજ અંદાજમાં બોલે છે કે, આજે પાજી મૂડમાં છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આત્મહત્યાના કેસમાં ધરખમ વધારો, 3 વર્ષમાં 25,478 લોકોએ જીવન સંકેલ્યું
સિદ્ધુની મજાક થતી જોઈને રવિ કિશન પણ પોતાને રોકી ન શક્યો તેણે સિદ્ધુની મજાક ઉડાવતા કહ્યું કે, તેમણે રાજનીતિ શું છોડી દીધી તેમને તે એકદમ પાંખો નીકળી આવી. બધાએ એકબીજા સાથે ખુબ મસ્તી કરી.