અરબાઝ ખાનનુ 22 વરસ નાની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા સાથે બ્રેકઅપની અટકળ
- અમે ફક્ત સારા મિત્રો છીએ તેવી જ્યોર્જિયાની વાતથી લોકોમાં ચર્ચા
મુંબઇ : મલાયકા અરોરાથી છુટા પડયા પછી અરબાઝ ખાન વિદેશી યુવતી અને તેના કરતા ૨૨ વરસ નાની જ્યોર્જિયા સાથે ડેટ કરી રહ્યો છે. પરંતુ તાજેતરમાં જ્યોર્જિયાના એક વાક્યથી તેમનું બ્રેક અપ થઇ ગયાની અટકળ શરૂ થઇ ગઇ છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ એક લેટેસ્ટ ઇન્ટરવ્યુમાં પોતાના અને અરબાઝ ખાન વિશે સ્પષ્ટ વાત કરી હતી. તેણે આ દરમિયાન જણાવ્યું હતું કે, તે અને અરબાઝ ફક્ત સારા મિત્રો છીએ.એટલું જ નહીં તેમની વચ્ચે લગ્ન જેવી કોઇ વાત જ નથી. લોકડાઉન દરમિયાન બન્નેના સંબંધમાં ઘણા ફેરફાર આવી ગયા છે. સાથે સાથે જ્યોર્જિયાએ એમ પણ જણાવ્યું હતું કે, ે અરબાઝ અને મલાયકાના પરિવાને ઘણી વખત મળી ચુકી છે.
જ્યોર્જિયાએ જણાવ્યુ હતુ કે, હું અને અરબાઝ ફક્ત સારા મિત્રો જ છીએ. અમે લગ્ન કરીએ તેવી કોઇ શક્યતા જ નથી. અમે એ અંગે કદી કોઇ પ્લાન કર્યો નથી.
જ્યોર્જિયાએ વધુમાં કહ્યું હતું કે,લોકડાઉન દરમિયાન અમે આવું વિચાર્યું હતું. વાસ્તવમાં લોકડાઉન લોકોને નજીક લાવ્યો છે અથવા તો અલગ કરી દીધા છે.
જ્યોર્જિયાની આવી વાતોથી લોકો અટકળ કરી રહ્યા છે કે, બન્નેનું બ્રેકઅપ થઇ ગયું છે. જોકે આ પછી પણ બન્ને વચ્ચે કોઇ કડવાશ નથી.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા અરબાઝ ખાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, લગ્નની વાત કરવી એ હજી બહુ જલદી કહેવાશે.
અરબાઝ અને જ્યોર્જિયા એન્ડ્રિયાની ચાર વરસોથી ડેટ કરીરહ્યા છે. બન્ને વચ્ચે વયમાં ૨૨ વરસનો ફરક છે. અરબાઝ જ્યોર્જિયા કરતાં ૨૨ વરસ મોટો છે. આ ફરકને કારણે બન્ને પોતાના સંબંધોને લઇને ઘણી વખત ટ્રોલ પણ થયા છે.