Get The App

અરબાઝ ખાને કન્ફર્મ કરી પત્ની શૂરા ખાનની પ્રેગ્નેન્સી, જાણો 57 વર્ષની ઉંમરે ફરી પિતા બનવા પર શું કહ્યું?

Updated: Jun 11th, 2025

GS TEAM

Google News
Google News
અરબાઝ ખાને કન્ફર્મ કરી પત્ની શૂરા ખાનની પ્રેગ્નેન્સી, જાણો 57 વર્ષની ઉંમરે ફરી પિતા બનવા પર શું કહ્યું? 1 - image


Arbaaz Khan Confirms Sshura Khan Pregnancy: બોલિવૂડના અભિનેતા અને દિગ્દર્શક અરબાઝ ખાનની પત્ની શૂરા ખાન તેના બેબી બંપને લઈને ઘણી ચર્ચા થઈ રહી હતી. ત્યારે હવે અરબાઝે પોતે શૂરાની પ્રેગ્નેન્સીને કન્ફર્મ કરી આનંદના સમાચાર આપ્યા છે. તેણે કહ્યું આ તેમના અને શૂરા બંને માટે જીવનનો ખૂબ જ રોમાંચક અને ખાસ સમય છે. શૂરાના બેબી બંપને લઈ ઘણી અફવા ફેલાઈ હતી 

હાલમાં કેટલાક ઇવેન્ટસમાં શૂરા ખાન તેના બેબી બંપ સાથે જોવા મળી હતી. પણ તેના પરિવાર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું ન હોવાથી શૂરાના બેબી બંપની વાતો અફવા ગણાતી હતી. પણ હવે અરબાઝે પોતે એક ઇંટરવ્યૂમાં પ્રેગ્નેન્સીને કન્ફર્મ કરી છે. તેણે કહ્યું 'હા તે ગર્ભવતી છે. હું આનો ઇનકાર નથી કરી રહ્યો, કારણ કે હવે બધા આ વિશે જાણે છે. મારો પરિવાર આ વિશે જાણે છે. લોકોને આ વિશે ખબર પડી ગઈ છે,અને તે ઠીક છે. આ ખૂબ જ સ્પષ્ટ પણ દેખાવા લાગ્યું છે.’ તેમણે આગળ કહ્યું, ‘આ અમારા બંનેના જીવનનો ખૂબ જ રોમાંચક સમય છે. અમે ખુશ છીએ અને ખૂબ ઉત્સાહિત છીએ. અમે આ નવા જીવનનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ.’

જ્યારે અરબાઝથી પૂછવામાં આવ્યું કે તે નર્વસ કેમ છે ત્યારે તેણે જવાબ આપ્યો કે, 'દરેક લોકો નર્વસ થાય છે. કોઈ પણ વ્યક્તિ નર્વસ અનુભવી શકે છે. હું પણ અમુક દિવસો પછી પિતા બનવા જઇ રહ્યો છે. આ મારી માટે એક નવી લાગણી છે. હું ખૂબ ઉત્સાહિત અને ખુશ છું અને મને નવી જવાબદારીની લાગણી અનુભવાઈ રહી છે.' જ્યારે અરબાઝને પૂછવામાં આવ્યું કે તે કેવા પિતા બનશે તો તેણે કહ્યું, 'આની કોઈ કેટેગરી નથી. તમારે ફક્ત એક સારા માતા-પિતા બનવાનું છે. એક સારો માતા-પિતા તે હોય છે, જે પોતાના બાળક માટે નજીક હોય, જે સજાગ રહે, જે તેને પ્રેમ કરે અને તેની સંભાળ રાખે. હું ફક્ત આવો જ બનવા માગું છું.’

2023માં થયા હતા અરબાઝ-શૂરાના લગ્ન 

જણાવી દઈએ કે અરબાઝ ખાને મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે ડિસેમ્બર 2023માં લગ્ન કર્યા હતા. શૂરા ઉંમરમાં અરબાઝથી 22 વર્ષ નાની છે. આ કપલ ત્યારથી લાઇમલાઇટમાં રહ્યું છે, અને હવે તેમના ઘરે ટૂંક સમયમાં નાનો મહેમાન આવવાનો છે.


Tags :