બીજી પત્ની શૂરા માતા બનવાની હોવાનું અરબાઝ દ્વારા કન્ફર્મ
- શૂરા અરબાઝ કરતાં 22 વર્ષ નાની છે
- અરબાઝ અને મલાઈકાના પુત્ર અરહાનની ઉંમર હાલ 22 વર્ષ છે
મુંબઈ : અરબાઝ ખાનની બીજી પત્ની શૂરા માતા બનવાની હોવાનું ખુદ અરબાઝ ખાને હવે કન્ફર્મ કર્યું છે.
શૂરા પ્રેગનન્ટ હોવાની ચર્ચા લાંબા સમયથી હતી. પરંતુ, ખાન પરિવારે અત્યાર સુધી આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.
હવે અરબાઝે જણાવ્યું છે કે આ વયે ફરીથી પિતા બનવાનો મને રોમાંચ થઈ રહ્યો છે. અમારા જીવનમાં એક નવા જીવનું સ્વાગત થવાનું છે અને તે માટે અમે બહુ ખુશ છીએ. અરબાઝ હાલ ૫૭ વર્ષનો છે. શૂરા તેનાથી ૨૨ વર્ષ નાની છે. અરબાઝ અને તેની પહેલી પત્ની મલાઈકા અરોરાનો પુત્ર અરહાન પણ હાલ ૨૨ વર્ષનો છે.
અરબાઝ અને મલાઈકાએ આશરે ૧૯ વર્ષનાં દામ્પત્ય બાદ ૨૦૧૭માં છૂટાછેડા લીધા હતા. તે પછી અરબાઝે ૨૦૨૩માં શૂરા સાથે લગ્ન કર્યાં હતાં.