app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

'Aquaman 2'નું નવું જબરદસ્ત ટ્રેલર રિલીઝ, પરિવાર અને સામ્રાજ્ય બચાવતા નજરે પડ્યા જેસન મોમોઆ

Updated: Nov 21st, 2023


Image Source: Twitter

મુંબઈ, તા. 21 નવેમ્બર 2023 મંગળવાર

આ વર્ષની હોલીવુડની મચ અવેટેડ ફિલ્મો પૈકીની એક 'એક્વામેન એન્ડ ધ લોસ્ટ કિંગડમ' ની રિલીઝની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેમ-જેમ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ-તેમ દર્શકોનો ઉત્સાહ વધતો જઈ રહ્યો છે. પહેલા ટ્રેલરના રિલીઝ બાદ હવે મેકર્સે એક્વામેન 2 નું નવુ ટ્રેલર રિલીઝ કરી દીધુ છે. 22 ડિસેમ્બર 2023એ સીક્વલની રિલીઝ પહેલા રિલીઝ કરવામાં આવેલા આ ટ્રેલરમાં આર્થર કરી ની યાત્રા અને તેમના પુત્રની કહાનીની ઝલક ચાહકો સામે રજૂ કરવામાં આવી છે.

એક્વામેન 2 નું બીજુ ટ્રેલર જોરદાર

એક્વામેન એન્ડ ધ લોસ્ટ કિંગડમનું નવુ ટ્રેલર દર્શકોને આર્થરની દુનિયામાં લઈ જાય છે. ટ્રેલરની શરૂઆત આર્થરના પોતાના પુત્રને લહેરોની નીચેની દુનિયા વિશે જણાવે છે. આ સાથે જ વીડિયોમાં અટલાન્ટિસના રાજા વિરુદ્ધ બ્લેક માંટાના મિશનનો ખુલાસો કરે છે. આર્થર ઉર્ફે જેસન મોમોઆ ટ્રેલરમાં પોતાના રાજ્યને બચાવવા માટે બ્લેક માંટા સાથે ટકરાતા નજર આવી રહ્યા છે. ફિલ્મનું આ ટ્રેલર દર્શકોને એક્શન અને રોમાંચની દુનિયાની સેર કરાવે છે જે ફિલ્મની રિલીઝ માટે ઉત્સાહમાં વધારો કરે છે. 

એમ્બર હર્ડ ટ્રેલરમાંથી ગાયબ

પહેલી વખત એક્વામેનને હરાવવામાં અસફળ થયા બાદ બ્લેક માંટા હજુ પણ પોતાના પિતાના મોતનો બદલો લેવાની ઈચ્છા રાખે છે. તે એક્વામેનને હરાવવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે. આ વખતે બ્લેક માંટા પહેલા કરતા વધુ શક્તિશાળી બની ગયો છે કેમ કે તેમની પાસે હવે પૌરાણિક બ્લેક ટ્રાઈટેન્ડની શક્તિ છે. બ્લેક માંટાને હરાવવા માટે એક્વામેન પોતાના કેદી ભાઈ ઓર્મની પાસે જાય છે. બંને ભાઈ પોતાની માતા સાથે મળીને પોતાના પરિવાર અને સમુદ્રની દુનિયાની રક્ષા કરે છે. આ નવા ટ્રેલરમાંથી પણ એમ્બર હર્ડ ગાયબ છે. 

એક્વામેન 2 આ દિવસે રિલીઝ થશે

ગત ટ્રેલરમાં એમ્બર હર્ડને માત્ર ક્ષણભર માટે બતાવવામાં આવી હતી, આ વખતે તે આ વીડિયોમાંથી સંપૂર્ણપણે ગાયબ છે. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં જેસન મોમોઆ, એમ્બર હર્ડ, નિકોલ કિડમેન જેવા કલાકાર મુખ્ય ભૂમિકામાં છે. એક્વામેન એન્ડ ધ લોસ્ટ કિંગડમ આ વર્ષે 22 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે. 


Gujarat