For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

અનુષ્કા શેટ્ટીએ ચિરંજીવી સાથે જોડી જમાવતાં ચાહકોને આંચકો

Updated: Sep 19th, 2023


- યંગ હિરોની સરખામણીની હિરોઈન ના બનતાં ભારે ટીકાઓ

મુંબઇ : સુપરહિટ ફિલ્મ 'બાહુબલી'ની હિરોઈન અનુષ્કા શેટ્ટીએ આગામી ફિલ્મમાં ચિરંજીવી સાથે જોડી બનાવવાનું નક્કી કરતાં તેના ચાહકોને આંચકો લાગ્યો છે. સમગ્ર ભારતમાં રીલીઝ થનારી એ બિગ બજેટ ફિલ્મમાં ચિરંજીવી સાથે અનુષ્કાને સાઈન કરવામાં આવી છે.  વાસ્તવમાં ચિરંજીવને એક હિટ ફિલ્મની જરૂર છે. તેની પાછલી ફિલ્મો 'આચાય'ર્ અને 'ગોડફાધર' ફ્લોપ થઇ હતી. એવામાં અનુષ્કા શેટ્ટી તેની સાથે ફિલ્મ  કરી રહી છે તે જાણીને લોકોને આંચકો લાગ્યો છે.  જોકે અનુષ્કા શેટ્ટીને પોતાને પણ 'બાહુબલી ટ'ુ પછી બિગબજેટ ફિલ્મ મળી નથી. તેની ગણતરી હવે ધીરે-ધીરે તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં સીનિયર અભિનેત્રી તરીકે થઇ રહી છે. 

બીજી તરફ 'પુષ્પા'ની હિરોઈન રશ્મિકા મંદાના બાકીના સ્ટાર્સ તથા પ્રોડયૂસર્સની પણ માનીતી હિરોઈન બનવા લાગી છે.

જો અનુષ્કા ચિરંજીવી સાથે રોમાન્ટિક રોલ કરશે તો તેને પ્રભાસ સહિતના યુવા હિરો સાથે રોલ મળવા બંધ થઈ જશે તેવી ચિંતા તેના ચાહકો વ્યક્ત કરી રહ્યા છે. 

જોકે, આ ફિલ્મ અંગે હજુ કોઈ સત્તાવાર ઘોષણા થઈ નથી કે અનુષ્કા શેટ્ટીએ પણ પોતે કોઈ જાહેરાત કરી નથી.

Gujarat
Worldcup 2023
English
Magazines