Get The App

અનુરાગ કશ્યપે રાધિકા આપ્ટેને સાઇન કરી

-છેલ્લા સાત આઠ મહિનાથી તૈયાર કરી રહ્યો હતો

-એને પાત્રમાં ઢાળવાની તૈયારી ચાલુ છે

Updated: Jan 2nd, 2018

GS TEAM


Google News
Google News
અનુરાગ કશ્યપે રાધિકા આપ્ટેને સાઇન કરી 1 - image

મુંબઇ તા.૨

 ટોચના ફિલ્મ સર્જક અનુરાગ કશ્યપે પોતાની આગામી ફિલ્મ માટે અભિનેત્રી રાધિકા આપ્ટેને સાઇન કરી હોવાનું જણાવ્યું હતું.

એણે કહ્યું કે છેલ્લા સાત આઠ મહિનાથી હું મારી હવે પછીની ફિલ્મ માટે રાધિકાને પૂર્વતૈયારી કરાવી રહ્યો હતો. રણબીર કપૂર અને અનુષ્કા શર્મા જેવા ટોચના કલાકારો હોવા છતાં બોમ્બે વેલ્વેટ ફ્લોપ નીવડયા પછી અનુરાગ પોતાની ફિલ્મોની બાબતમાં ઘણો સાવધ થઇ ગયો છે. એ મોટે ભાગે પોતાના હીરોને રિપિટ કરે છે પરંતુ હીરોઇનોને રિપિટ કરતો નથી. પરંતુ મનમર્ઝિયાંમાં રાધિકાનું કામ જોયા પછી એણે બીજી ફિલ્મ માટે પણ રાધિકાને સાઇન કરી હતી.  એણે કહ્યું હતું કે હું મોટે ભાગે ત્રણ કલાકારો સાથે કામ કરવાનું વધુ પસંદ કરું છું- નવાઝુદ્દીન સિદ્દીકી, વિનીત કુમાર સિંઘ અને રાધિકા આપ્ટે. મને જરૃર હોય ત્યારે આ કલાકારોની તારીખેા સહેલાઇથી મળે છે. આ કલાકારો ગમે તેટલાં બીઝી હોય, મારી ફિલ્મ માટે મને પૂરતો સમય ફાળવી દે છે. મારી કામ કરવાની સિસ્ટમથી એ લોકો પરિચિત છે એટલે મને ધાર્યું કામ મળી રહે છે.

સેક્રેડ ગેમ અને મનમર્ઝિયાં પૂરી કર્યા બાદ હવે એ નવી ફિલ્મની તૈયારીમાં પડી ગયો છે અને એ માટે એણે રાધિકા આપ્ટેને સાઇન કરી હતી. હાલ જો કે અનુરાગ વિનીત કુમાર સિંઘ અને ઝોયા હુસૈન સાથે મુક્કાબાજ ફિલ્મ કરી રહ્યો છે.

Tags :