Get The App

બ્રાહ્મણો વિશે અભદ્ર ટિપ્પણી બાદ અનુરાગ કશ્યપને પસ્તાવો, કહ્યું- માફ કરો ગુસ્સામાં બોલાઈ ગયું

Updated: Apr 22nd, 2025

GS TEAM


Google News
Google News
બ્રાહ્મણો વિશે અભદ્ર ટિપ્પણી બાદ અનુરાગ કશ્યપને પસ્તાવો, કહ્યું- માફ કરો ગુસ્સામાં બોલાઈ ગયું 1 - image
Image Twitter 

Anurag Kashyap Apologies : બોલિવૂડના જાણીતા દિગ્દર્શક અનુરાગ કશ્યપ ઘણીવાર તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેઓ બ્રાહ્મણોને અપમાન કરતાં જે પણ કંઈ બોલ્યા તેનાથી લોકોએ નારાજગી દર્શાવી છે. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ સેલિબ્રિટીઝથી લઈને સામાન્ય લોકો સુધી બધાએ અનુરાગની વાંધાજનક ટિપ્પણી પર ટીકા કરી છે. આ અંગે અનુરાગ એકવાર માફી માંગી ચૂક્યા છે, પરંતુ તે દરમિયાન તેમણે ગુસ્સો દર્શાવ્યો હતો. મામલો હાથમાંથી બહાર જતો રહે તે પહેલા હવે અનુરાગ કશ્યપે હવે સોશિયલ મીડિયા પર માફી માંગી છે.

આ પણ વાંચો : સૈફ અલી ખાને આ દેશમાં ખરીદ્યું બીજું ઘર, કહ્યું- સુરક્ષાન કારણે અહીં રહેવાનો અલગ જ અનુભવ

અનુરાગ કશ્યપે 3 વાર માફી માંગી

આ પોસ્ટમાં અનુરાગે લખ્યું છે કે, 'ગુસ્સામાં કોઈને જવાબ આપતી વખતે હું મારી મર્યાદા ભૂલી ગયો અને સમગ્ર બ્રાહ્મણ સમુદાય વિશે ખરાબ બોલ્યો.' એક એવો સમાજ જેના ઘણા લોકોએ મારા જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તે લોકો હજુ પણ ત્યાં છે અને ઘણું યોગદાન આપી રહ્યા છે.

અભદ્ર શબ્દો બદલ માંફી માંગુ છું

અનુરાગે લખ્યું કે, 'આજે આ દરેક લોકો મારાથી ખૂબ નારાજ છે. મારા પરિવારના સભ્યો ગુસ્સે છે. જે લોકોનો હું આદર કરું છું તે દરેક લોકો મારાથી ગુસ્સે છે. મેં કંઈક એવું કહી દીધુ કે, કે હું વિષયથી ભટકી ગયો. મને માફ કરશો. ગુસ્સામાં આવીને મેં એક ખરાબ ટિપ્પણીનો જવાબ આપ્યો, જે મારે ન કરવી જોઈતું હતું. અભદ્ર શબ્દો બદલ માંફી માંગુ છું.' આ સાથે તેમણે ભવિષ્યમાં આવું ન કરવાની વાત કરી છે.

લોકોએ આ સલાહ આપી

અનુરાગ કશ્યપની આ પોસ્ટ પર લોકો સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, 'સારું થયું કે તમે માફી માંગી લીધી.' માફી માંગવાથી કોઈ નાનું નથી બનતું. જ્યારે બીજા એક વ્યક્તિએ લખ્યું છે કે, 'આગલી વખતે નશામાં હોય ત્યારે કંઈપણ પોસ્ટ કરશો નહીં.' તમને જણાવી દઈએ કે વાંધાજનક ટિપ્પણીના કેસમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : BIG NEWS: સુપરસ્ટાર મહેશ બાબુને મની લોન્ડરિંગ કેસમાં EDનું તેડું, જાણો શું છે મામલો

ગાંધીનગર - સુરતમાં ફરિયાદ નોંધાઈ, બ્રાહ્મણ સમાજમાં ભારે આક્રોશ

અનુરાગ કશ્યપની ટિપ્પણી સામે બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. ફિલ્મ ડાયરેક્ટરે સોશિયલ મીડિયા પર વિવાદિત ટિપ્પણી કરી હતી. ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. તો વિવાદિત પોસ્ટ બદલ કાયદાકીય કાર્યવાહી માટે સુરત કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં અનુરાગ સામે ફરિયાદ કરાઈ છે. 

Tags :