અનુપમ ખેરે મિત્રો પાસેથી ઉધાર લઈ રૂ.50 કરોડમાં ફિલ્મ બનાવી, સૈયારાથી ટક્કરમાં 48 કરોડનું નુકસાન
Tanvi The Great box office : અનુપમ ખેરની ફિલ્મ 'તન્વી: ધ ગ્રેટ' કાન ફિલ્મ ફેસ્ટમાં પણ દેખાડવામાં આવી છે. ફિલ્મનું સારું પ્રમોશન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ સૈયારાની સફળતાના કારણે આ ફિલ્મ અત્યાર સુધી માત્ર બે કરોડ રૂપિયા જ કમાઈ શકી છે. એક ઈન્ટરવ્યૂમાં અનુપમ ખેરે જણાવ્યું છે, કે તેમણે મિત્રો પાસેથી ઉધાર લઈને 50 કરોડમાં આ ફિલ્મ બનાવી અને હજુ સુધી ટીમને એક પૈસો પણ આપી શક્યા નથી. અનુપમ ખેરે આ ફિલ્મ ડાયરેક્ટ કરી છે.
મિત્રો પાસેથી ઉધાર લીધા હતા પૈસા
અનુપમ ખેરે કહ્યું, કે 'અમે બજેટ બનાવ્યું ત્યારે 50 કરોડ રૂપિયા થઈ રહ્યા હતા. એક સજ્જન વ્યક્તિએ કહ્યું હતું કે હું તમને 25 કરોડ રૂપિયા આપીશ. શૂટના એક મહિના અગાઉ તેમણે કહ્યું કે તેઓ નાણાં નહીં આપી શકે. જે બાદ 10 અલગ અલગ લોકોએ સાથ આપ્યો અને ફિલ્મ કો-પ્રોડ્યુસ કરી. ફિલ્મ ફ્લોપ થતાં હજુ સુધી એક્ટર, ફાઈનાન્સર્સને પૈસા ચૂકવી શક્યો નથી. જે લોકોએ ફિલ્મમાં પૈસા લગાવ્યા તેમાંથી કોઈ બિઝનેસમેન છે, કોઈ બૅન્કમાં છે, કોઈ ડૉક્ટર છે. મેં તેમને વાયદો કર્યો હતો કે ફિલ્મ રીલીઝ બાદ તમને પૈસા ચૂકવીશ. જોકે હજુ સુધી કોઈએ પૈસા માંગ્યા નથી.
હજુ એક્ટર્સને પૈસા આપવાના બાકી
ખાસ વાત એ છે કે ફિલ્મના ચાર એક્ટર્સે પણ પૈસા નથી લીધા. અરવિંદ સ્વામી, જેકી શ્રોફ, પલ્લવી જોશી, બોમન ઈરાની પાસે હું ગયો અને કહ્યું કે હું તમને પૈસા ચૂકવીશ ત્યારે તેમણે મને કહ્યું કે શું અમે તમારી પાસે પૈસા માંગ્યા?'