Get The App

અનુપમ ખેર ફરી સૂરજ બડજાત્યાની ફિલ્મનો હિસ્સો બન્યો

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
અનુપમ ખેર ફરી સૂરજ બડજાત્યાની ફિલ્મનો હિસ્સો બન્યો 1 - image


મુંબઇ: સૂરજ બડજાત્યા હાલ પોતાનીઆગામી ફિલ્મના કારણે ચર્ચામાં છે. આ વરસે જ આ ફિલ્મનું શૂટિંગ અને આવતા વરસે ફિલ્મની રિલીઝ કરવાની યોજના છે. આ ફિલ્મમાં આયુષ્માન પ્રેમનો રોલ નિભાવવાનો છે અને શરવરી વાઘની તેની સાથે જોડી બની છે. હવે આ ફિલ્મમાં અનુપમ ખેરની પણ એન્ટ્રી થઇ ગઇ છે. વાત તો એવી પણ છે કે, આ ફિલ્મમાં વધુ એક એકટરની પણ એન્ટ્રી થવાની છે. પરંતુ ફિલ્મની વાર્તા મુખ્યત્વે આયુષ્માન ખુરાના અને શરવરી વાઘના પાત્રોની આસપાસ જ ફરતી રહેશે. 

ફિલ્મની વાર્તા એક મોર્ડન યુગલની આસપાસની હશે જેમાં સંયુક્ત અને ન્યુક્લ્યર ફેમિલી વિશે દાખવવામાં આવશે.

આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બરના ૨૦૨૫માં  શરૂ કરવામાં આવશે અને ૨૦૨૬ના ઉત્તરાર્ધમાં રિલીઝ કરવામાં આવશે. 

અનુપમ ખેર અને સૂરજ બડજાત્યાએ આ પહેલા પણ હમ આપકે હૈ કોન અને વિવાહ ફિલ્મમાં કામ કર્યું હતું. 

Tags :