અનુપમ ખેરે ખોંસલા કા ઘોસલાની સીકવલની ઘોષણા કરી
- ફિલ્મની સ્ક્રિપ્ટ પરનું કામ પુરુ થઇ ગયું હોવાનું જણાવ્યું
મુંબઇ : અનુપમ ખેરની ખોસલા કા ઘોસલા નામની ફિલ્મ ૨૦ પહેલા બનાવી હતી જે બોક્સ ઓફિસ પર હિટ ગઇ હતી. આ ફિલ્મ ફક્ત ૩.૭૫ કરોડ રૂુપિયામાં બની હતી અને ૬.૬૭ કરોડની આસપાસ કલેકશન કર્યું હતું. હવે આ ફિલ્મની સીકવલની તૈયારી થઇ રહી હોવાનું અભિનેતાએ જણાવ્યું છે, જોકે તેણે ફિલ્મની વાર્તા તેમજ સ્ટારકાસ્ટ વિશે કોઇ માહિતી આપી નથી. મૂળ ફિલ્મમાં અનુપમ ખેર અને બોમન ઇરાની લીડ રોલમાં હતા.અન્ય એક રિપોર્ટના અનુસાર હુમા કુરેશીને આ ફિલ્મ માટે ફાઇનલ કરી લેવામાં આવી છે. તે આ ફિલ્મમાં મુખ્ય રોલમાં જોવા મળશે. તેણે ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી લીધી છે અને ફિલ્મનો હિસ્સો બનવા તૈયાર છે.
એક રિપોર્ટના અનુસાર, આ ફિલ્મ પર હાલ કાસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ નવેમ્બર ૨૦૨૫ના રોજ શરૂ કરવાની યોજના છે.
તેમજ ફિલ્મને ૨૦૨૬મા ંરિલીઝ કરવામાં આવશે. ૨૦૨૬માં મૂળ ફિલ્મની રિલીઝને ૨૦ વરસ પુરા થશે.
ખોસલા કા ઘોસલા અનુપમ ખેરની કારકિર્દીની ટોપની ફિલ્મોમાંની એક માનવામાં આવે છે.