For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

યુટ્યુબ પરથી ફિલ્મ ભીડનું ટ્રેલર ડિલીટ, યુઝર્સ ભડક્યાં

Updated: Mar 18th, 2023

Article Content Image

નવી દિલ્હી,તા. 18 માર્ચ 2023, શનિવાર 

અનુભવ સિન્હાની ફિલ્મ 'Bheed' નું ટ્રેલર હાલમાં ચર્ચામાં હતુ. આ ફિલ્મ વર્ષ 2020 અને 2021માં કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનની ખરાબ સ્થિતિને દર્શાવશે. જો કે ફિલ્મની રિલીઝ હજુ દૂર છે, પરંતુ તે પહેલા તેનું ટ્રેલર યુટ્યુબ પરથી ગાયબ થઈ ગયું છે. 

મેકર્સે આ ટ્રેલર કેમ ડિલીટ કર્યું તેની કોઈ માહિતી નથી, પરંતુ યૂઝર્સ ચોક્કસ ચોંકી ગયા છે કે શું કારણ છે કે તેમને 'ભીડ'નું ટ્રેલર ડિલીટ કરવું પડ્યું.

યુટ્યુબ પરથી ટ્રેલર ગાયબ

આ ફિલ્મનું ટ્રેલર એક અઠવાડિયા પહેલા રિલીઝ થયું હતું. ટ્રેલર રિલીઝ થતાની સાથે જ વિવાદો સાંભળવા મળ્યા હતા, પરંતુ થોડા જ દિવસોમાં ટ્રેલરને યુટ્યુબ પર લાખો વ્યુઝ મળી ગયા હતા. આ પછી તેને નિકાળી નાખવામાં આવ્યો હતો. જ્યારે તમે તેને સર્ચ કરશો, ત્યારે તમને ટીઝરની લિંક મળશે અથવા તમને એક વીડિયો દેખાશે જે ખાનગી કેટેગરીમાં આવે છે. તમે આ લિંક ખોલી શકશો નહીં.

અનુભવ સિન્હાની ફિલ્મને લઈને હોબાળો

યુટ્યુબ પરથી ટ્રેલરને હટાવવા પાછળના તમામ કારણો સામે આવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'ફિલ્મ કોવિડ લોકડાઉનને બેબાકી રીતે રજુ કરી રહી રહી છે, તેથી જ કદાચ તેને ડિલીટ કરવામાં આવી છે.' જ્યારે એકે લખ્યું, 'એવું લાગે છે કે કોઈ ખૂબ જ શક્તિશાળી વ્યક્તિ આ ફિલ્મથી ખૂબ નારાજ છે. હું પણ અપેક્ષા રાખું છું કે બોયકોટ ગેંગ બહુ જલ્દી સક્રિય થશે. જો કે, યુ-ટ્યુબ પર હાલ આ ટ્રેલર ફરી દેખાઇ રહ્યું છે. જો કે, યુ-ટ્યુબ પર હાલ આ ટ્રેલર ફરી દેખાઇ રહ્યું છે.

લોકડાઉન નીતિને લઈને સરકારની ઘણી વખત ટીકા કરવામાં આવી છે. આ દરમિયાન અનેક લોકોના ધંધા-રોજગાર પ્રભાવિત થયા અને અનેક લોકો બેરોજગાર બની ગયા. અનુભવ સિન્હાની ફિલ્મ 'ભીડ'માં આ બધી બાબતો ખૂબ જ સારી રીતે બતાવવામાં આવશે.

Gujarat