દક્ષિણની ફિલ્મોની વધુ એક અભિનેત્રી અમલા પૌલનું બોલીવૂડમાં ડેબ્યુ
- અજય દેવગણની ભોલા ફિલ્મથી હિંદી સિનેમામાં એન્ટ્રી
મુંબઇ: તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોથી દર્શકોનું મનોરંજન કર્યા પછી, અભિનેત્રી અમલા પૌલ હવે બોલીવૂડમાં ડેબ્યુ કરી રહી છે. અજય દેવગણની ફિલ્મ ભોલા દ્વારા તે હિંદી સિનેમામાં જોવા મળશે. હાલ તે અજય દેવગણ અને ફિલ્મના સહ-કલાકારો સાથે બનારસમાં શૂટિંગ કરી રહી છે.
ફિલ્મ ભોલામાં અમલા પોલની ભૂમિકા ખાનગી રાખવામાં આવી છે. જોકે સૂત્રના અનુસાર તે એક બનારસી મહિલાના રોલમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ એક અઠવાડિયા સુધી બનારસમાં ચાલવાનું છે.
અમલા દક્ષિણની સૌથી વધુ ડિમાન્ડ ધરાવતી અભિનેત્રીઓમાંની એક છે. તેણે તમિલ ફિલ્મની સાથેસાથે મલયાલમ ફિલ્મોમાં ઘણા પુરસ્કાર મેળવ્યાછે.
ફિલ્મ ભોલામાં અજય દેવગણ સાથે તબુ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાની છે. આ ફિલ્મનું દિગ્દર્શન પણ અજય દેવગણનું જ છે. ફિલ્મ ભોલા તમિલ ફિલ્મ કેથીની હિંદી રીમેક છે. આફિલ્મ ૩ડીમાં રિલીઝ થવાની છે.