Get The App

ફવાદ, માહિરા ખાન સહિતના કલાકારોના બહિષ્કારનું એલાન

Updated: May 9th, 2025

GS TEAM


Google News
Google News
ફવાદ, માહિરા ખાન સહિતના કલાકારોના બહિષ્કારનું એલાન 1 - image


- ઓપરેશન સિંદૂર વિરોધી  પોસ્ટ કરી હતી   

- આ કલાકારો સાથે કોઈ ગ્લોબલ પ્રોજેક્ટ પણ સાઈન નહિ કરવા નિર્માતા-કલાકારોને ચેતવણી 

મુંબઇ : ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશને પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અને માહિરા ખાનના બહિષ્કારનું  એલાન આપ્યું છે. આ કલાકારોએ ભારતના  ઓપરેશન સિંદુરની  નિંદા કરતી સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી હતી. 

એસોસિએશને ભારતીય કલાકારો તથા  નિર્માતાઓને માત્ર ભારત જ નહિ  પરંતુ વિશ્વમાં ક્યાંય પણ આ કલાકારો સાથે કોઈ પ્રકારના પ્રોજેક્ટમાં સામેલ નહિ  થવા કે તેમને સામેલ નહિ કરવા  ચેતવણી આપી છે. 

ઉલ્લેખનીય છે કે આ કલાકારો  પર અગાઉ પુલવામા એટેક બાદ પણ ભારતમાં  ફિલ્મોમાં કામ કરવા  પર પ્રતિબંધ મૂકાયો હતો. જોકે, બાદમાં અદાલતના ચુકાદાને પગલે આ પ્રતિબંધ ઉઠાવી લેવાયો હતો. 

Tags :