'એનિમલ'માં ઈન્ટિમેટ સીન કરતા પહેલા રણબીરે તૃપ્તિ ડિમરીને શું કહ્યું હતું?
Image Source: Twitter
- આ સીન જોઈને તૃપ્તિના માતા-પિતાએ તેને શું કહ્યું હતું?
મુંબઈ, તા. 11 ડિસેમ્બર 2023, સોમવાર
Ranbir Kapoor Tripti Dimri Intimate Scene: સંદીપ રેડ્ડી વાંગા નિર્દેશિત ફિલ્મ 'એનિમલ'ના રિલીઝ બાદથી જ રણબીર કપૂર અને તૃપ્તિ ડિમરીના ઈન્ટિમેટ સીન ચર્ચાનો વિષય બની ગયા છે. 'એનિમલ' ફિલ્મમાં નજર આવ્યા બાજ તૃપ્તિ ડિમરી નેશનલ ક્રશ બની ચૂકી છે. એક્ટ્રેસની સુંદરતા અને તેના અદાઓ પર ચાહકો ઘાયલ થઈ ગયા છે. ફિલ્મમાં તેમની કેમેસ્ટ્રી બધાને ખૂબ પસંદ આવી રહી છે અને તેમના ઈન્ટિમેટ સીનના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
તૃપ્તિ ડિમરી સાથે ઈન્ટિમેટ સીન કરતા પહેલા રણબીરે તેને આ વાત કરી હતી
તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં તૃપ્તિએ રણબીર સાથે ઈન્ટિમેટ સીનના શૂટિંગ વિશે ખુલીને વાત કરી હતી. તેણે ખુલાસો કર્યો કે, શૂટિંગ દરમિયાન કેવી રીતે રણબીર કપૂર તેને પૂછતો રહેતો હતો કે, તે ઠીક છે ને અને કમ્ફર્ટેબલ છે? તૃપ્તિએ જણાવ્યું કે, ઈન્ટિમેટ સીનના શૂટિંગ દરમિયાન સેટ પર પાંચથી વધુ લોકોને મંજૂરી નહોતી અને તમામ મોનિટર બંધ હતા.
એક્ટ્રેસે આગળ કહ્યું કે, ફિલ્મમાં રણબીર સાથે આવા સીન કરતી વખતે એક્ટર મને પૂછતો રહ્યો કે શું હું ઠીક છું, કમ્ફર્ટેબલ છું? દર પાંચ મિનિટે રણબીર કપૂર મારા આ રીતે હાલચાલ પૂછતો હતો.
રણબીર સાથેના ઈન્ટિમેટ સીન પર તેના માતા-પિતાનું રિએક્શન
તૃપ્તિ ડિમરીએ રણબીર સાથેના ઈન્ટિમેટ સીન પર તેમના તેમના માતા-પિતાનું રિએક્શન કેવું હતું તે પણ જણાવ્યું. એક ઈન્ટરવ્યુમાં એક્ટ્રેસે કહ્યું કે, મારા માતા-પિતા થોડા શોક્ડ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, અમે ક્યારેય ફિલ્મોમાં પણ એવું નથી જોયું અને તે આવું કરી દીધું. આ સીનને એક્સેપ્ટ કરવામાં અને તેમાંથી બહાર આવવામાં મારા માતા-પિતાને થોડો સમય લાગ્યો. જોકે, તેઓ મારી સાથે ખૂબ સ્વીટ હતા. મારા માતા-પિતાએ મને કહ્યું કે, તારે આવું કંઈ નહોતું કરવાનું પરંતુ ઠીક છે. માતા-પિતા તરીકે અમને તો આવું લાગશે જ.
એક્ટ્રેસે આગળ કહ્યું કે, મેં મારા માતા-પિતાને કહ્યું હતું કે, હું કંઈ પણ ખોટું નથી કરી રહી. આ મારી જોબ છે. જ્યાં સુધી હું સુરક્ષિત અને કમ્ફર્ટેબલ ફીલ કરું છું ત્યાં સુધી મને કોઈ પ્રોબ્લેમ નથી. હું એક એક્ટર છું અને મારે માકા પાત્ર સાથે 100% ઈમાનદાર રહેવું પડશે.