For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

500 કરોડના ક્લબમાં સામેલ થઈ 'ANIMAL'! 17માં દિવસની કમાણીથી બનાવ્યો રેકોર્ડ, જાણો કલેક્શન

રણબીરના કરિયરની આ પેહલી ફિલ્મ છે જેણે આ રેકોર્ડ બનાવ્યો છે

આ ફિલ્મે વર્લ્ડવાઈડ 800 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે

Updated: Dec 17th, 2023

500 કરોડના ક્લબમાં સામેલ થઈ 'ANIMAL'! 17માં દિવસની કમાણીથી બનાવ્યો રેકોર્ડ, જાણો કલેક્શન

Animal Box Office Collection Day 17 : રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'એનિમલ' બોક્સ ઓફિસ પર ઘણાં રેકોર્ડ તોડ્યા છે. ફિલ્મે ધૂમ કમાણી કરી આજે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધી છે. ફિલ્મ ઇન્ડિયન બોક્સ ઓફિસ પર 500 કરોડને પાર થઇ ચુકી છે. રણબીરના કરિયરની આ પેહલી ફિલ્મ છે જેણે આ રેકોર્ડ બનાવ્યો છે. આ પેહલા તેની કોઈ ફિલ્મે આ રેકોર્ડ પોતાના નામે કર્યો ન હતો.

એનિમલ 500 કરોડના ક્લબમાં સામેલ

રણબીર કપૂરની આ ફિલ્મ 500 કરોડના ક્લબમાં સામેલ થનાર આ વર્ષની ચોથી ફિલ્મ બની ગઈ છે. મળેલા અહેવાલ મુજબ ફિલ્મે 17માં દિવસે 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે. શરૂઆતના અહેવાલો મુજબ આ ફિલ્મે 16માં દિવસે 12.8 કરોડનું કલેક્શન કર્યું હતું અને ચોથા રવિવારે ફિલ્મે અત્યાર સુધી 5.97 કરોડની કમાણી કરી લીધી છે. હવે એનિમલ ફિલ્મનું ટોટલ કલેક્શન 503.91 કરોડ રૂપિયા થઇ ગયું છે.

800 કરોડથી વધુની કમાણી કરી

રણબીર કૂપર સ્ટારર એનિમલ આ વર્ષની ચોથી ફિલ્મ છે જેણે 500 કરોડનો આંકડો પાર કર્યો છે. આ પહેલા 'જવાન' (640.25 કરોડ), 'ગદર 2' (525.7 કરોડ) અને 'પઠાન' (543.09 કરોડ) આ રેકોર્ડ બનાવી ચૂકી છે. રણબીર કપૂરની ફિલ્મે ઇન્ડિયન બોક્સ ઓફિસ પર 500 કરોડના ક્લબમાં જગ્યા બનાવી લીધી છે, આ સાથે જ તેણે વર્લ્ડવાઈડ 800 કરોડથી વધુની કમાણી કરી છે.

Article Content Image

Gujarat