રણવીર-બોબીએ બોક્સ ઓફિસ પર કરી કમાલ, 3 દિવસમાં 200 કરોડને પાર પહોંચી 'ANIMAL', જાણો આજના એડવાન્સ બુકિંગના આંકડા
રણબીર કપૂરની 'એનિમલ' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, ફિલ્મનું બમ્પર એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે
'એનિમલ'ની રિલીઝના ચોથા દિવસનો એડવાન્સ બુકિંગ રિપોર્ટ પણ ઘણો સારો છે
Animal Advance Booking: ફિલ્મ એનિમલમાં રણબીર કપૂરની એક્ટિંગની ખુબ જ ચર્ચાઓ થઇ રહી છે. આ ફિલ્મમાં તેના જોવા મળતા એકદમ નવા અવતારથી ફેન્સ ખુબ જ રણબીરથી ખુબ જ પ્રભાવિત છે. આ ઉપરાંત આ ફિલ્મ હાલ બોક્સઓફીસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે રીલીઝના ત્રણ દિવસની અંદર જ રૂ 200 કરોડનું કલેક્શન કરી લીધું છે. તેમજ આ ફિલ્મ એડવાન્સ બુકિંગમાં પણ ધૂમ મચાવે છે. તો જાણીએ એનિમલનું ચોથા દિવસે કેટલું એડવાન્સ બુકિંગ થયું.
ચોથા દિવસે 'એનિમલ'નું એડવાન્સ બુકિંગ રિપોર્ટ કેવું છે?
રણબીર કપૂર અને બોબી દેઓલની શાનદાર પરફોર્મન્સ ધરાવતી ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર તોફાન મચાવ્યું છે. આ ફિલ્મે 63.8 કરોડની કમાણી કરી અને વીકએન્ડ પર એનિમલએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા. ફિલ્મે શનિવારે 66.27 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જ્યારે રવિવારે ફિલ્મની કમાણી 72.50 કરોડ રૂપિયા હતી. આ સાથે ફિલ્મે ત્રણ દિવસમાં 202.57 કરોડ રૂપિયાનું જોરદાર કલેક્શન કર્યું છે. ફિલ્મના ક્રેઝને જોતા સોમવારે પણ તે જબરદસ્ત બિઝનેસ કરે તેવી આશા છે. હાલમાં, ફિલ્મના સોમવાર એટલે કે તેની રિલીઝના ચોથા દિવસે એડવાન્સ બુકિંગના આંકડા આ વાતની સાબિતી આપે છે. જેમાં ફિલ્મે ચોથા દિવસના એડવાન્સ બુકિંગમાં લગભગ 11 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આવી સ્થિતિમાં, સોમવારે બોક્સ ઓફિસ પર એનિમલ કેટલી કરોડની નોટ છાપે છે તે જોવું રસપ્રદ રહેશે.
એનિમલ ફિલ્મના સંદીપ રેડ્ડી વાંગા છે ડિરેક્ટર
રણબીર કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદન્ના અને અનિલ કપૂર સ્ટારર આ ફિલ્મને અને અનિલ કપૂર ડિરેક્ટર કરવામાં આવી છે. ફિલ્મમાં બોબી દેઓલનો 15 મિનિટનો રોલે દર્શકોના દિલ જીત્યા છે. આ ઉપરાંત રશ્મિકા મંદન્ના અને અનિલ કપૂરની એક્ટિંગના પણ વખાણ થયા છે. હાલમાં આ ફિલ્મ દેશ અને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે.