Get The App

નવી આલિયા ભટ્ટ તરીકે ઓળખાવાનો અનન્યાનો ઈનકાર

Updated: Oct 3rd, 2024

GS TEAM


Google News
Google News
નવી આલિયા ભટ્ટ તરીકે ઓળખાવાનો અનન્યાનો ઈનકાર 1 - image


- એક કાર્યક્રમમાં સંબોધન કરાતાં અસંમતિ દર્શાવી

- લોકો મને નવી આલિયા કહે તે બહુ મોટું  સન્માન છે પણ હું તેના સ્તરે નહીં પહોંચી શકું

મુંબઈ : અનન્યા પાંડેને પોતાને લોકો આગામી વર્ષોની આલિયા ભટ્ટ કહે તે પસંદ નથી. તાજેતરમાં એક  કાર્યક્રમમાં હોસ્ટ દ્વારા અનન્યાને ચાહકો દ્વારા ભાવિ આલિયા તરીકે ઓળખાવાય છે તે પ્રકારે સંબોધન કરતાં અનન્યા પાંડેએ આ સંબોધન સ્વીકારવા ઈનકાર કરી દીધો હતો. 

અનન્યા પાંડેએ કહ્યું હતું કે આલિયા તો બહુ ઉમદા અભિનેત્રી છે. લોકો મને તેની સાથે સરખાવે તે મારા માટે બહુ મોટું સન્માન છે. પરંતુ, વાસ્તવમાં હું તેના સ્તરે નહીં પહોંચી શકું એ હકીકત છે. 

ઉલ્લેખનીય છે કે આલિયા અને અનન્યા વચ્ચે કેટલીક સમાનતાઓના કારણે તેમની સરખામણી કરી રહી છે. આલિયાએ 'સ્ટુડન્ટ ઓફ ધી યર' ફિલ્મથી કારકિર્દી શરુ કરી હતી. અનન્યાએ આ જ ફિલ્મની બીજી ફ્રેન્ચાઈઝીથી પોતાની કારકિર્દી શરુ કરી હતી. બંને નેપો કિડ છે અને બંનેની કારકિર્દી આગળ વધારવામાં કંરણ જોહરની ભૂમિકા મહત્વની રહી છે.

 આલિયા ભટ્ટ પણ શરુઆતમાં  પોતાની એક્ટિંગ માટે બહુ ટ્રોલ થઈ હતી જોકે બાદમાં તેણે પોતાની એક્ટિંગમાં બહુ સુધારો કર્યો હતો અને ધીમે ધીમે તે બોલીવૂડની ટોચની એકટ્રેસ બની હતી. અનન્યા પણ હાલ તેની એક્ટિંગ માટે સતત ટ્રોલ થાય છે. જોકે, 'ગહેરાઈયાં'માં તેનું કામ અનેક ચાહકોને પસંદ આવ્યું હતું.

Tags :