Get The App

અનન્યા, અર્જુનને વગોવતા બાબિલના વીડિયોથી ખળભળાટ

Updated: May 4th, 2025

GS TEAM


Google News
Google News
અનન્યા, અર્જુનને વગોવતા બાબિલના વીડિયોથી ખળભળાટ 1 - image


- રડતાં રડતાં બોલ્યો, બોલીવૂડ ફેક છે  

- બાબિલની ટીમનો ખુલાસોઃ તે હાલ માનસિક પડકારોનો સામનો કરી રહ્યો છે

મુંબઈ: દિવંગત અભિનેતા ઈરફાન ખાનના પુુત્ર બાબિલ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં તેણે અનન્યા પાંડે, અર્જુન કપૂર, શનાયા કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, આદર્શ ગૌરવ,  રાઘવ જુયાલ સહિતના કલાકારો માટે બેફામ શબ્દપ્રયોગો કર્યા છે. આ વીડિયોમા ંતે રડતાં રડતાં સમગ્ર બોલીવૂડ ફેક છે તેવું પણ બોલી રહ્યો છે. 

બાબિલના પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ થયેલો આ વીડિયો ટૂંક સમયમાં જ ડિલીટ કરી દેવાયો હતો. જોકે, ત્યાં સુધીમાં તો તે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ ગયો હતો. બાદમાં બાબિલની ટીમે એક સ્પષ્ટતા પ્રગટ કરતાં કહ્યું હતું કે બાબીલ હાલ માનસિક પડકારોનો સામનો કરી રહ્યો  છે. તે વાસ્તવમાં આ તમામ કલાકારો માટે અતિશય આદર ધરાવે છે અને તેમનાં પ્રદાનનો પ્રશંસક છે. બાબિલની ટીમે સૌને આ વીડિયોને ટૂકડે ટૂકડે નહિ પરંતુ સમગ્ર  સંદર્ભમાં સમજવા અપીલ કરી હતી. 

બાબિલે જે કલાકારોનો નામોલેલ્લેખ કર્યો હતો તેમાંથી કેટલાકે  બાબીલની માતા સુતપા સાથે વાત કરી હતી. સુતપાએ બાબીલ હાલ  એન્કઝાઈટી એટેક્સની સમસ્યાનો સામનો કરી રહ્યો હોવાનું જણાવ્યું હોવાનો દાવો કરાયો હતો. 

Tags :