અમિતાભ બચ્ચનની અનુમતિ વગર તેના અવાજ, નામ અને તસવીરનો ઉપયોગ નહીં કરી શકાય
Updated: Nov 26th, 2022
- તેમજ જેઓ કરી રહ્યા હોય તેમણે તરત જ ઉપયોગ બંધ કરી દેવો
મુંબઇ : અમિતાભ બચ્ચનની અનુમતિ વગર ઘણા ઠેકાણે તેના અવાજ, તસવીર અને નામનો ગેરઉપયોગ થતો હતો. પરિણામે અમિતાભે કોર્ટમાં અરજી કરી હતી, જેના પર શુક્રવારે સુનવણી થઇ હતી.
દિલ્હીની હાઇકોર્ટે ફેંસલો સંભળાવ્યો છે કે, અમિતાભની મંજૂરી વગર તેની તસવીરો, નામ અને અવાજનો ઉપયોગ કરી શકાશે નહીં. જસ્ટિસ નવીન ચાવલાએ ઓથોરિટી ઓફ ટેલીકોમ ડિપાર્ટમેન્ટને આદેશ આપ્યો છે કે, બિગ બીના નામ, તસવીરો અને પર્સનાલિટી સ્ટેટને તરત જ દૂર કરવામાં આવે.
અમિતાભના વકીલે દલીલ કરતાં કહ્યુ ંહતુ ંકે, બિગ બીના નામના ટી-શર્ટ બની રહ્યા છે, તો વળી ઘણા તેમના ચહેરાનો ઉપયોગ કરી રહ્યા છે તો વળી કોઇ પોસ્ટર વેંચી રહ્યા છે. એટલું જ નહીં ઘણાએ તો અમિતાભબચ્ચન.કોમણાથી ડોમેન પણ રજિસ્ટર કરાવ્યા છે. મેગાસ્ટારે બુક પબ્લિશર, ટી-શર્ટ વિક્રેતાઓ અને વિભિન્ન્ વ્યવસાયો વિરુદ્ધ પણ આદેશ આપવાની માંગણી કરી છે. તેઓ એક જાણીતી પર્સનાલિટી હોવાથી તેની મંજૂરી વગર તેના નામનો ઉપયોગ થાય એ ખોટું છે.વિજ્ઞાાપનો કરતી કંપનીઓને અમિતાભના નામ અને અવાજનો ઉપયોગ કરવા માટે પહેલાથી અનુમતિ લેવી પડશે.