Get The App

અમિતાભ બચ્ચન લાલ બાગ ચા રાજાને 11 લાખનું ડોનેશન આપતાં ટ્રોલ થયા

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
અમિતાભ બચ્ચન લાલ બાગ ચા રાજાને 11 લાખનું ડોનેશન આપતાં ટ્રોલ થયા 1 - image


- સોશિયલ મીડિયાના યુઝર્સે પંજાબમાં પૂરપીડિતોને મદદ કરવી જોઇતી હતી એવી ટીપ્પણીઓ કરી

મુંબઇ: અમિતાભ બચ્ચને મુંબઇના લોકપ્રિય લાલ બાગ ચા રાજા ગણપતિને ૧૧ લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું હતું. અભિનેતાએ આ ચેક પોતાની ટીમ દ્વારા મોકલ્યો હતો. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. અમિતાભે લાલ બાગ ચા રાજાને દાન આપ્યું તે વાત ફેલાતા જ સોશયલ મીડિયાના યુઝર્સોએ તેને ટ્રોલ કર્યો છે. તેમનું કહેવું છે કે,આ  દાન તેમણે પંજાબમાં પૂર પીડિતોની મદદ માટે આપવું જોઇતું હતું. 

લાલ બાગ ચા રાજાની પંડાલ સમિતિ દ્વારાઅમિતાભ તરફથી મોકલેલો ૧૧ લાખ રૂપિયાનો ચેક સ્વીકારતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.

સોશયલ મીડિયાના યુઝર્સોના અનુસાર મશહૂર હસ્તીઓ મોટા ભાગે કુદરતી આફતના સમયે મદદ માટે આગળ આવતી હોતી નથી. તેઓ ધાર્મિક કાર્યો માટે જ દાન આપવા તત્પર રહેતી હોય છે. 

ઉલ્લેખનીય છે કે, પંજાબમાં ભીષણ પુર આવ્યા છે. જેમાં ૧૩૦૦ થી વધુ ગામો ડૂબી ગયા છે. તેમજ ખેતીને પણ બહુ નુકસાન થયું છે. વરસાદના કારણે પંજાબમાં  પૂરને કારણે મરનારાઓની સંખ્યા વધતી ગઇ છે. 

Tags :