KBC 17: બોલિવૂડના અભિનેતા અમિતાભ બચ્ચન હંમેશા તેમના લગ્ન જીવનને લઇને રસપ્રદ વાત શેર કરતા હોય છે. KBC (કોન બનેગા કરોડપતિ)માં તેમના પરિવારની વાતો બહાર આવતી જ હોય છે. હવે એક એપિસોડમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે જયા બચ્ચન KBCમાં આવી હતી ત્યારે તે પોતે પણ કન્ટેસ્ટેન્ટની સીટ પર બેઠા હતા. બિગ-બીએ જણાવ્યું કે, 'મારી પત્નીને સામે જોતા જ મારી બોલતી બંધ થઈ ગઈ હતી.'
જ્યારે 'બિગ બી' ભયભીત થયા
અમિતાભ બચ્ચને KBCના મંચ પર પૂણેમાં રહેતી પ્રોફેશનલ ટીચર પલ્લવી અને તેની દીકરીનું સ્વાગત કર્યું હતું. તે દરમિયાન અમિતાભે પલ્લવીની દીકરીએ પહેરેલા ગજરાના વખાણ કર્યા અને જણાવ્યું કે તેમની પત્ની જયા બચ્ચનને પણ ગજરો પહેરવો ખૂબ પસંદ છે. પલ્લવીએ અમિતાભ બચ્ચનથી પૂછ્યું કે તે ક્યારે કન્ટેસ્ટેન્ટ વાળી સીટ પર બેઠા છે. ત્યારે બિગ-બીએ જણાવ્યું કે, 'એક વાર એવું થયું છે અને જયા બચ્ચન હોસ્ટ સીટ પર બેસી હતી, ત્યારે તો મારી તો બોલતી બંધ થઈ ગઈ હતી.'
જયા બચ્ચને ટોણો માર્યો હતો
જયા બચ્ચન KBCના ખાસ એપિસોડસમાં જોવા મળે છે. KBC સિઝન-14માં અમિતાભ બચ્ચનના જન્મદિવસે જયા બચ્ચન અને અભિષેક બચ્ચન પણ આવ્યા હતા. જયાએ અમિતાભને પ્રેમથી જન્મદિવસથી શુભેચ્છા આપી હતી. સાથે ટોણો માર્યો હતો. જયાએ કહ્યું હતુ કે 'અમિતાભ કોઇ પણ કામથી પ્રભાવિત થાય તો તે ફૂલ આપે છે પણ તે ફૂલ મને ક્યારેય મળ્યું નથી.' અમિતાભ આ વાત પર કંઇ બોલી ન શક્યા.
જયાએ પૂછ્યો પર્સનલ સવાલ
જયા બચ્ચને અમિતાભ બચ્ચનને સવાલ પૂછ્યો કે, તમને જીવનમાં સૌથી વધારે શું પસંદ છે. જેના પર અમિતાભે જવાબ આપ્યો કે, 'હવે આ શો સાર્વજનિક છે, આ ખોટી વાત છે.' આ એપિસોડના વીડિયો સોશિયલ મીડિયા પર દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.


