(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.10 ઓકટોબર 2018,બુધવાર
અમિતાભ બચ્ચન ૧૧ ઓકટોબરે ૭૬ વરસ પુરા કરશે. તેમનો જન્મ અલ્લાહબાદમાં ૧૧ ઓકટોબર, ૧૯૪૨ના થયો હતો.જોકે અમિતાભ બચ્ચન આ જનમદિને પાર્ટી કરવાના મુડમાં નથી. તેમના નજીકના મિત્રે જણાવ્યું હતુ ંકે, તેમની પુત્રી શ્વેતાનંદાના સસરાનું થોડા મહિલા પહેલા જ ્વસાન થયું છે.
તેમજ શ્વેતાની સાસુ રિતુ નંદાએ હાલમાં જ તેની માતા કૃષ્ણરાજ કપૂરને ગુમાવી છે. એટલું જ નહીં અમિતાભના ખાસ મિત્ર રિશી પણ હાલ પોતાની બીમારીની તપાસ અર્થે અમેરિકા છે. તેથી અમિતાભને જન્મદિનની ઊજવણીનો મુડ નથી.
એકટર તરીકે તેમની પહેલી ફિલ્મ ૧૯૬૯માં 'સાત હિંદુસ્તાની રીલિઝ થઇ ગતી. જોકે હિંદી ફિલ્મોમાં તેમણે પ્રકાશ મહેરાની ફિલ્મ 'ઝંઝીર થી ઓળખ મેળવી. આજે ૭૬ વર્ષે પણ તેઓ રૃપેરી અન ેટચૂકડા પડદે રાજ કરી રહ્યા છે.
તેમજ વિવિધ વિજ્ઞાાપનો પણ કરી રહ્યા છે. તેમને કારનો બહુ શોખ હોવાથી તેમની પાસે મોંઘીદાટ કારનો કાફલો છે.
બિગ બીની રોલ્સ રોય ગાડીની કિંમત રૃા. ચાર કરોડ ૫૦ લાખ છે. જ્યારે બેન્ટલે ઓરનેઝરની કિંમત રૃા. ત્રણ કરોડ, મર્સિડિઝ બેન્જ જીએમએસયુવીની કિંમત રૃા. બે કરોડ ૭૦ લાખ,બીએમ ડબલ્યુ ૭ સીરિઝ ૭૬૦ એલઆઇની કિંમત રૃા. એક કરોડ ૭૦ લાખ, ટોયોટા લેન્ડ ક્રુઝરની કિંમત રૃા. એક કરોડ ૫૦ લાખ, લેકસસ રૃા. સવા કરોડ,પોર્શ કેયેન એસ રૃા. એક કરોડ પાંચ લાખ, રેન્જ રોવર રૃા. ૪૩ લાખ,મિની કૂપર એસ રૃા. ૪૦ લાખ છે.
ફિલ્મ 'કુલીન ાસેટ પર થયેલા તેમના જીવલેણ અકસ્માતા બાદ તેમનો બીજો જન્મ થયો છે તેમ કહેવાય છે. અ સમયે અમિતાભ-રેખાના ગાઢ ંસંબંધોન ીચર્ચા હતી. પરંતુ રેખા તેમને જોવા હોસ્પિટલમાં જઇ શકી નહોતી.
ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચનને કારકિર્દીની શરૃઆતમાં આકાશવાણીએ તેમના અવાજ માટે નકારી દીધા હતા. અમિતાભે આકાશવાણીમાં નોકરીની અરજી કરી હતી, પરંતુ તેમને પસંદ કરવામાં આવ્યા નહોતા. ફિલ્મ 'રેશ્મા ઔર શેરા માં તેમના પ્રભાવિત કરનાર અવાજ હોવા છતાં તેમને મુંગાની ભૂમિકા કરવી પડી હતી.
તેમણે પોતાની કારકિર્દીની શરૃઆત કોલકત્તમાં ૮૦૦ રૃપિયાની સુપરવાઇઝરની નોકરીથી કરી હતી. ૧૯૬૮માં તે કોલકત્તાની નોકરી છોડી મુંબઇ આવ્યા. નાનપણથી જ તેમને એકટિંગ પ્રત્યે લગાવ હતો. દિલીપ કુમારથી પ્રભાવિત રહેલા અમિતાભને એમના જેવા જઅભિનેતા બનવું હતું.
ેઆજે અમિતાભ બચ્ચન દર્શકો તેમજ તેમના ચાહકોના દિલ પર રાજ કરે છે. તેમને સહુ માનની દ્રષ્ટિથી જુએ છે. તેમજ તેમનો આદર કરે છે. આ વયે પણ તેઓ સતત કામ કરે છે.


