Get The App

બિગ બીની દોહિત્રી નવ્યા નંદાએ IIM અમદાવાદમાં એડમિશન મેળવ્યું, કહ્યું - સપનું પૂરું થયું

Updated: Sep 2nd, 2024

GS TEAM

Google News
Google News
બિગ બીની દોહિત્રી નવ્યા નંદાએ IIM અમદાવાદમાં એડમિશન મેળવ્યું, કહ્યું - સપનું પૂરું થયું 1 - image


Amitabh bachchan and Navya Nanda News | અમિતાભ બચ્ચનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેમની દોહિત્રી નવ્યા નંદા તમને હવે અમદાવાદની જાણીતી મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ IIMAમાં ભણતી જોવા મળશે. હાં, નવ્યા બે વર્ષ માટે બીપીજીપી (બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ) નો અભ્યાસ કરવા માટે IIMAમાં જ રોકાશે.

બિગ બીની દોહિત્રી નવ્યા નંદાએ IIM અમદાવાદમાં એડમિશન મેળવ્યું, કહ્યું - સપનું પૂરું થયું 2 - image

કોણ છે નવ્યા? 

નવ્યા નંદા દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિનેત્રી જયા બચ્ચનની દોહિત્રી છે. તે અમિતાભની દીકરી શ્વેતા બચ્ચનની દીકરી છે. નવ્યાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો શેર કરી હતી અને વિગતો પણ શેર કરી હતી અને લખ્યું હતું કે મારું સપનું હવે પૂરું થઇ રહ્યું છે. 

બિગ બીની દોહિત્રી નવ્યા નંદાએ IIM અમદાવાદમાં એડમિશન મેળવ્યું, કહ્યું - સપનું પૂરું થયું 3 - image

નવ્યાએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ 

નવ્યા નંદાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખેલી પોસ્ટમાં જણાવ્યું કે સપના હકીકતમાં પરીવર્તે છે. આગામી બે વર્ષ શ્રેષ્ઠ લોકો અને ફેકલ્ટી સાથે વીતાવીશ. આ દરમિયાન નવ્યાએ તેના મિત્રો સાથે તસવીરો પણ લીધી હતી અને તે પણ શેર કરી હતી. આ ઉપંરાત અમદાવાદની IIM ઈન્સ્ટિટ્યૂટની તસવીરો પણ અપલોડ કરી હતી. 

બિગ બીની દોહિત્રી નવ્યા નંદાએ IIM અમદાવાદમાં એડમિશન મેળવ્યું, કહ્યું - સપનું પૂરું થયું 4 - image

બિગ બીની દોહિત્રી નવ્યા નંદાએ IIM અમદાવાદમાં એડમિશન મેળવ્યું, કહ્યું - સપનું પૂરું થયું 5 - image

      

Tags :