Get The App

અમિતાભ બચ્ચન ખુદ ગાડી ચલાવીને પહોંચ્યા ધર્મેન્દ્રના ઘરે, VIDEO થયો વાઈરલ

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
અમિતાભ બચ્ચન ખુદ ગાડી ચલાવીને પહોંચ્યા ધર્મેન્દ્રના ઘરે, VIDEO થયો વાઈરલ 1 - image


Amitabh Bachchan Meet Dharmendra : એક્ટર અમિતાભ બચ્ચન જુહુમાં બુધવારે (12 નવેમ્બર) સાંજે ગાડી ચલાવતા જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચન ખુદ ગાડી ચલાવીને એક્ટર ધર્મેન્દ્રના ઘરે પહોંચ્યા હતા. બચ્ચનનો ઇલેક્ટ્રિક કાર ચલાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. તેમણે લીલા રંગનું જેકેટ અને ટોપી પહેરેલી જોવા મળી હતી. 


અમિતાભ બચ્ચન ખુદ ગાડી ચલાવીને પહોંચ્યા ધર્મેન્દ્રના ઘરે

ધર્મેન્દ્ર બિમારી હોવાથી છેલ્લા કેટલાક દિવસોથી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે 12 નવેમ્બરના રોજ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમણે જુહુ બંગલા પર પાછા ફર્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ધર્મેન્દ્રના ઘર નજીક અમિતાભ બચ્ચનને જોતા મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. 

આ પણ વાંચો: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા, પરિવારના સભ્યોની ઈચ્છાથી ડૉક્ટર્સનો નિર્ણય

તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમની ફિલ્મ 'શોલે'ને કલ્ટ ક્લાસિક માનવામાં આવે છે. ફિલ્મમાં તેમની જય અને વીરુની જોડી ખૂબ જ સફળ રહી હતી. અમિતાભ અને ધર્મેન્દ્રએ 'ગુડ્ડી', 'ચુપકે-ચુપકે' જેવી ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું હતું. ધર્મેન્દ્ર અને અમિતાભ છેલ્લે 1980માં રીલિઝ થયેલી અને વિજય આનંદ દ્વારા દિગ્દર્શિત રામ બલરામમાં સાથે જોવા મળ્યા હતા.

Tags :