Get The App

અમિતાભ બચ્ચન હવેથી પ્રોસ્થેટિક મેકઅપ અને હેવી કોસ્ચ્યુચ નહીં પહેરે

- અભિનેતાએ પોતે જ આ વાતને ટ્વિટર પર શેર કરી છે

Updated: Jun 20th, 2018

GS TEAM

Google News
Google News

(પ્રતિનિધિ દ્વારા ) મુંબઇ,તા. ૧૯ જૂન 2018, મંગળવાર

અમિતાભ બચ્નને પોતાની કારકિર્દી દરમિયાન વિવિધ ભૂમિકાઓ ભજવી છે. જેમાં તેમને પ્રોસ્થેટિક મેકઅપ અને હેવી કોસ્ચ્યુમ પણ પહેરવા પડયા છે. પરંતુ હવે બિગ બીએ કહ્યું છે કે તે હવે આવી ચીજોથી દૂર રહેવાના છે.

અમિતાભે ટ્વિટર પર એક પોસ્ટ શેયર કરી છે. જેમાં તેમણે બે તસવીરો મુકતા કહ્યું છે કે, અંતે હવે મેં પ્રોસ્થેટિક્સ અને હેવી કોસ્ચ્યુમથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. અમિતાભે ૨૦૦૯ની 'પા ફિલ્મમાં  ૧૨ વરસના બાળકનું પાત્ર ભજવ્યું હતું. જે માટે તેમને હેવી પ્રોસ્થેટિક મેકઅપ કરવો પડયો હતો.

આ વરસે રીલિઝ થયેલી ૧૦૨ નોટઆઉટમાં તેમણે ૧૦૨ વરસના વૃદ્ધની ભૂમિકા નિભાવી હતી. જે માટે તેમણે હેવી મેકઅપ કરવો પડયો હતો. હવે અમિતાભે પોતે જ ઘોષણા કરી દીધી છે કે તે હેવી મેકઅપથી દૂર રહેવાના છે.

અમિતાભ એક ઉત્તમ અભિનેતા છે તેમાં કોઇ શંકા નથી. જૈફ વયે પણ તેઓ બોલીવૂડ તેમજ વિજ્ઞાાપનોમાં સક્રિય છે.

Tags :