Get The App

અમિતાભ બચ્ચને ફિલ્મ સર્જક અનુરાગ બસુને બિરદાવ્યા

-બસુએ કેન્સર સામેની લડત જીતી લીધી છે

-કૌન બનેગા કરોડપતિની લેટેસ્ટ સીઝન પૂર્ણ થવામાં છે

Updated: Nov 24th, 2018

GS TEAM

Google News
Google News
અમિતાભ બચ્ચને ફિલ્મ સર્જક અનુરાગ બસુને બિરદાવ્યા 1 - image

મુંબઇ તા.24 નવેંબર, 2018 શનિવાર

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ફિલ્મ સર્જક અનુરાગ બસુને કેન્સર જેવા રોગ સામે લડીને વિજય મેળવવા બદલ જાહેરમાં બિરદાવ્યા હતા.

કૌન બનેગા કરોડપતિની દસમી સીઝનની પૂર્ણાહુતિ નજીકમાં છે ત્યારે બીગ બીએ અનુરાગને અનુસરીને કેન્સરથી ડરતા લોકોને હિંમતથી આ બીમારીનો સામનો કરવાની હાકલ કરી હતી.

કૌન બનેગા કરોડપતિની દસમી સીઝનમાં આમિર ખાન, અનુષ્કા શર્મા, કાજોલ, વગેરેએ હાજર રહીને કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ (એનજીઓ)ને માતબર મદદ કરી હતી. એ વાતને પણ અમિતાભે બિરદાવી હતી.

આ ટીવી શો ભારતીય ટેલિવિઝન પર સૌથી લાંબો સમય ચાલેલો અને સૌથી લોકપ્રિય નીવડેલો શો છે. એમાં સ્પર્ધક સાથે સંવાદ સાધવાની એ શોને વધુ આસ્વાદ્ય બનાવવાની અમિતાભની હથોટી પણ કામ કરી ગઇ છે. અગાઉ આ શોના એન્કર તરીકે અન્ય કલાકારો પણ પ્રયાસ કરી ચૂક્યા હતા પરંતુ અમિતાભ જેવી નિપુણતા એ લોકો દાખવી શક્યા નહોતા.