અમિતાભ બચ્ચને ટ્વીટર પર કરી જાહેરાતઃ આ ફિલ્મમાં જોવા મળશે મહાનાયક
મુંબઈ, તા. 02 માર્ચ 2023 ગુરૂવાર
અમિતાભ બચ્ચને ટ્વીટર પર પોતાની અપકમિંગ ફિલ્મ વિશે જાહેરાત કરી છે. ડાયરેક્ટર રિભુ દાસગુપ્તાની નવી ફિલ્મમાં બિગ બી મુખ્ય ભૂમિકામાં હશે. ફિલ્મનું નામ 'સેક્શન 84' છે.
બુધવારે ટ્વીટર પર ફિલ્મની જાહેરાત કરતા અમિતાભે લખ્યુ, ''એક વાર ફરી એક નવી પહેલમાં આ રચનાત્મક લોકો સાથે જોડાઈ રહ્યો છુ. હુ એક નવા પડકાર માટે તૈયાર છુ.'' બીજી તરફ રિભુ દાસગુપ્તાએ આ ટ્વીટમાં જવાબ આપ્યો, ''સર, તમારી સાથે ફરી એક વાર કામ કરવાની તક મેળવીને હુ ધન્ય છુ.''
આ એક થ્રિલર ફિલ્મ છે. જોકે મેકર્સ અત્યારે ફિલ્મના કન્ટેન્ટનો ખુલાસો કરવાના નથી. ફિલ્મના ટાઈટલને ધ્યાનમાં રાખતા અમુક લોકોને IPCની કલમ 84 યાદ આવી જાય છે. આ કલમ અનુસાર માનસિક રીતે બીમાર વ્યક્તિ કાયદાની નજરમાં દોષી નથી જો તે અજાણતા ગુનો કરે છે. માનવામાં આવી રહ્યુ છે કે ફિલ્મનો કન્ટેન્ટ પણ આ સંદર્ભની આસપાસ બનાવવામાં આવશે. જોકે મેકર્સે અમિતાભ બચ્ચનના રોલ અંગે કોઈ ખુલાસો કર્યો નથી.