અમિતાભ અને શાહરૂખનો ડોન-3ની ફ્રેન્ચાઇજીમાં સામેલ થવા માટે સંપર્ક
મુંબઇ : ફરહાન અખ્તર ડોન ૩ની તૈયારી કરી રહ્યો છે. વારંવાર આ ફિલ્મને લઇને અપડેટ આવ્યા કરતા હોય છે. હવે સૂત્રોએ જણાવ્યું છે કે, અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનને ડોન ૩માં સામેલ થવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. પરંતુ અભિનેતાઓએ હજી સુધી આ પ્રસ્તાવને સમર્થન આપ્યું નથી. ઉલ્લેખનીય છે કે, બન્ને અભિનેતાઓ મૂળ ડોન અને ડોન ટુમાં ડોનની ભૂમિકા ભજવી ચુક્યા છે.
ઉદ્યોગ જગતના જાણકારોના અનુસાર બચ્ચન અને ખાન આ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા છે. જોકે હજી સુધી કોઇ સત્તાવાર પુષ્ટિ આવી નથી. પરંતુ ડોન ૩ની પેઢીઓને એક સાથે પડદા પર જોવી એ સંભાવના રોમાંચક છે.