Get The App

મેં બાળકોને ગુપચુપ દત્તક લીધા, શિક્ષણ-આરોગ્યનો ખર્ચ ઉઠાવું છું', અભિનેત્રી અમીષા પટેલનો ખુલાસો

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
મેં બાળકોને ગુપચુપ દત્તક લીધા, શિક્ષણ-આરોગ્યનો ખર્ચ ઉઠાવું છું', અભિનેત્રી અમીષા પટેલનો ખુલાસો 1 - image
Image Social Media

Ameesha Patel: બોલિવૂડની જાણીતિ અભિનેત્રી અમીષા પટેલ હાલમાં 50 વર્ષની થઈ ગઈ છે. પરંતુ તેણે હજુ સુધી લગ્ન નથી કર્યા. હાલમાં જ તેણે ખૂલાસો કરતાં કહ્યું તેણે કેટલાક બાળકોને દત્તક લીધા હતા અને તેમના અભ્યાસનો સમગ્ર ખર્ચ ઉઠાવે છે. 

આ પણ વાંચો: રડાવી ગયો હાસ્ય કલાકાર! ફિલ્મ સેટ પર બેભાન થયા બાદ 46 વર્ષના એક્ટરનું નિધન, કમલ હાસને શોક વ્યક્ત કર્યો

અમીષા પટેલે એક યૂટ્યૂબર સાથે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ' મને બાળકો ખૂબ જ પસંદ છે. હું મારા ભત્રીજા, ભાઈઓ, કાકાના ભાઈ બહેનોના ડાયપર બદલતી હતી. તેઓને જમાડતી હતી, તેમને સુવડાવતી હતી, અને કહેતી હતી કે, હું આખી ક્રિકેટ ટીમને જન્મ આપીશ. ત્યારે  મારી માતા કહેતી, 'એક બાળક જન્માવો, પછી જોઈશું,' કારણ કે બાળકો પેદા કરવા અને માતા બનવું ખૂબ મુશ્કેલ છે. મને બાળકો પ્રત્યે ખૂબ પ્રેમ છે અને હું તેમને ખૂબ પ્રેમ કરું છું.'

કેટલાક બાળકોને ચૂપચાપ દત્તક લીધા

'કહોના પ્યાર હૈ', અભિનેત્રીએ આગળ ખુલાસો કર્યો કે, ' હું હંમેશા અનાથ બાળકો વિશે વિચારું છું. મેં વિચાર્યું છે કે તેમને ઘર આપવું કેટલું સુંદર હશે. તેથી મેં ચૂપચાપ કેટલાક બાળકોને દત્તક લીધા છે, તેમજ આ બાળકો જાણતા પણ નથી કે, મેં તેમને દત્તક લીધા છે. હું ચૂપચાપ તેમના શિક્ષણનો ખર્ચ ઉઠાવું છું. પછી ભલે તે મેડિકલ હોય કે શૈક્ષણિક, તેમને વધુ સારું જીવન આપવા માટે હું તેમને શક્ય તેટલી બધી રીતે ઉછેર કરી રહી છું. બાળકનો ઉછેર કરવો એ એક મોટી જવાબદારી છે. તેથી મે મારી પાસે કોઈ પાલતુ પ્રાણીઓ પણ નથી રાખ્યા.'

આ પણ વાંચો: દીપિકાએ વધુ પૈસામાં ઓછાં કામનાં નખરાં કરતાં કલ્કિ ટુમાંથી કાઢી મૂકાઈ

મારા બાળકો નથી, એટલે મારી પાસે બેગ છે

અમીષાએ છેલ્લે કહ્યું કે, મારે બાળકો નથી, એટલે મારી પાસે બેગ છે હું 16 વર્ષની ઉંમરથી બેગ એકત્રિત કરી રહી છું. મેં મારી માતા અને કાકીને બેગ એકત્રિત કરતા જોયા છે. અમારો પરિવાર ખૂબ જ સારા કપડાં પહેરનારો છે. તેઓ એસેસરીઝને ખૂબ પસંદ કરે છે. મેં આ નાનપણથી જોયું છે, અને તેથી જ મને બેગ માટે આટલો લગાવ થયો.' નોંધનીય છે કે અમીષાએ ફરાહ ખાનના વ્લોગમાં પણ તેની બેગનુ કલેક્શન બતાવ્યુ હતું, જેમાં ખુલાસો થયો હતો કે તેની પાસે 300-400 બ્રાન્ડેડ બેગ છે.


Tags :